________________
૮૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જેમકે એક લાડવો છે. તેને પાંચ ઇન્દ્રિયો કઈ રીતે જાણે જ –આંગળી સ્પર્શ કરી લાડનો શીત-ઉષ્ણાદિ સ્પર્શ બતાવી શકે છે. -જીભ લાડુને ચાખીને તેને મીઠો-ખાટો વગેરે રસ દર્શાવી શકે છે. -તે લાડુ ને નાક સુંધે ત્યારે તેની સુગંધ-દુર્ગધ કહી શકે છે. – આંખ તેને જોઈને તેનો લાલ-પીળો રંગ નકકી કરે છે. - જો લાડુ કણ થઈ ગયો હોય તો તેને ખાતાં ઉત્પન્ન થતો અવાજ પણ કાન પકડી શકે છે.
અહીં એક જ લાડવામાં પાંચે પર્યાયોને જોઈ શકાય છે. એવું પણ નથી કે ઉકત પાંચ વિષયોનું સ્થાન અલગઅલગ હોય,પાંચવિષયો તેના બધા ભાગોમાં એક સાથે રહે છે. કેમકે તે બધા એક જ દ્રવ્યના અવિભાજય પર્યાય છે. તેમનો વિભાગ ઇન્દ્રિયોની મદદથી બુધ્ધિ સ્વયં કરે છે.
ઇન્દ્રિયો ગમે તેટલી પટુ હોય તો પણ પોતાના ગ્રાહય વિષય સિવાય અન્ય વિષયોને જાણવામાં સમર્થથતી નથી. આકારણથી પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષય પૃથફપૃથફદર્શાવે છે -સ્પર્શનેન્દ્રિય નો વિષય સ્પર્શ છે. - “ જેસ્પર્શી શકાય તે સ્પર્શ”
સ્પર્શ ના આઠ ભેદ છે શીત - ઉષ્ણ - સ્નિગ્ધ - રૂક્ષ - મૂદુ - કઠોર – ભારે - હલકો. –રસનેન્દ્રિય નો વિષય રસ છે – જે ચાખી શકાય તે રસ”
રસના પાંચ ભેદ છે – મીઠો – ખાટો - તીખો - તુરો - કડવો - . –ધ્રાણેન્દ્રિય નો વિષય ગંધ છે – જે સુંઘી શકાય તે ગંઘ”
ગંઘના બે ભેદ છે સુગંઘ - દુર્ગઘ. – ચક્ષુઃ ઇન્દ્રિયનો વિષય વર્ણ છે. – “જે જોઈ શકાય તે વર્ણ (રૂપ)''
વર્ણના પાંચ ભેદ છે – શ્વેત - નીલો - પીળો – લાલ - કાળો –શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ છે, “જે સાંભળી શકાય તે શબ્દ ''
શબ્દના વ્યવહારમાં બે ભેદ સંભળાય છે.-સુસ્વર દુઃસ્વર. છતાં સિધ્ધસેનીય ટીકામાં પુતૂત્રસધ્ધાતમેઝન્મ વૅ તાહિ કહયું છે-શબ્દનાગતિ આદિ અનેક ભેદ થઈ શકે છે.
જ સ્પર્ધાદિ પાંચે વિષયો બધામાં જોવા મળે કે નહીં?
સ્પર્શાદિ પાંચે વિષયો સહચરિત છે. છતાં બધાં એક સાથે માલુમ પડે કે ન પણ પડે તેવું બને છે. જેમકે સૂર્ય આદિની પ્રભાનો વર્ણ જોવા મળે છે પણ તેના સ્પર્શ- રસ-ગંદાદિમાલૂમ પડતા નથી. એ રીતે વાયુનો સ્પર્શ અનુભવાય પણ રસ માલૂમ પડતો નથી. અને જો તે પુષ્પાદિ ગંઘ મિશ્રિત ન હોય તો ગંઘ પણ માલૂમ પડતી નથી. કારણકે
પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં સ્પર્ધાદિ પાંચે પર્યાયો હોય છે.પરંતુ પર્યાય ઉત્કટ હોય તો ઈદ્રિયગ્રાહય બને છે. કેટલાંક દ્રવ્યોમાં આ પાંચે પર્યાયો ઉત્કટ રીતે અભિવ્યકત થાય છે. કેટલાંક માં એક બે પર્યાય જ ઉત્કટ રીતે અભિવ્યકત થાય છે. બાકીના પર્યાયો અનુત્કટ અવસ્થામાં હોવાથી ઇન્દ્રિયો થી જાણી શકાતા નથી
-તદુપરાંત ઈન્દ્રિયોની પટુતામાં પણ વૈવિધ્ય હોય છે. બધી ઇન્દ્રિયોનીગ્રાહય શકિત બધાં પ્રાણી ઓમાં એક સમાન હોતી નથી. તેને લીધે પણ તેની ઉત્કટતા અનુત્કટતા માં તરતમભાવ જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org