________________
૭૫
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૯
* નિવૃતિ આદિ ફન્દ્રિય નો પ્રવૃત્તિ ક્રમનિવૃત્તિ ઇન્દ્રિય હોય તોજ ઉપકરણ અને ઉપયોગ ઇન્દ્રિય હોય છે. લબ્ધિ ઈન્દ્રિય હોય તો નિવૃત્તિ-ઉપકરણ અને ઉપયોગ ઈન્દ્રિય હોય છે. કેમ કે- નિવૃત્તિ ઇન્દ્રિય વિના ઉપકરણ ઈન્દ્રિય સંભવી શકતી નથી અને ઉપકરણ વિના ઉપયોગ ની પ્રવૃત્તિ થઈ શકતી નથી અને લબ્ધિ ઇન્દ્રિય વિના નિવૃત્તિ-ઉપકરણ-ઉપયોગ એ ત્રણે હોઈ શકે નહીં.
કેમ કે તે તે ઇન્દ્રિય આવક કર્મના ક્ષયોપશમ થયા વિના ઈન્દ્રિયોના આકારની રચના થઈ શકતી નથી.
ઇન્દ્રિય રચનાવિના જ્ઞાનની પોત પોતાના સ્પર્શાદિક વિષયમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. જ એક સમયે કેટલા ઉપયોગ થઈ શકે?
પૂ.શ્રી સિધ્ધસેન ગણિજી જણાવે છે કે-આર્ય ગંગ નામના નિદ્ભવે એક સાથે એકથી વધુ ઉપયોગ પ્રરૂપેલા છે પણ તેની પ્રરૂપણા અયુકત છે. ટીકાકાર મહર્ષિ આગળ લખે છે કે
ઉપયોગની ગતિ અતિ સૂક્ષ્મ હોવાથી એકજ સમયમાં પ્રતિત થાય છે પણ ખરેખર તેનો સમય ભિન્ન ભિન્ન હોય [અરિંહત પ્રભુને પણ એક સાથે બે ઉપયોગ હોય નહીં] કમળના પાંદડાનો એક સાથે ગોઠવીને ઢગલો કરાયો હોય અને શકિતશાળી યુવાન એકજ ભાલાથી બધા પત્રોને એક સાથે વિધિ નાખે, ત્યારે એકજ સાથે આ બધા પત્રોમાં કેદ થયો પ્રતિત થાય છે પણ વાસ્તવમાં તેવું હોતું નથી એક પત્ર થી બીજા પત્ર સુધી ભાલો પહોંચે ત્યાં વચ્ચે અસંખ્યાત સમય પસાર થઇ જાય છે એ જ રીતે એક સમયે ઉપયોગ એક જ હોય છે જેઇન્દ્રિય પોતાના વિષયમાં પ્રવર્તે તેજ તેનો ઉપયોગ જાણવો તે સમયે બીજી ઇન્દ્રિયજનિત જ્ઞાનનું અસ્તિત્વ જરૂર હોય પણ બીજો ઉપયોગ હોઈ શકે નહીં.
[]સંદર્ભ$ આગમસંદર્ભ:- ઉપયોગ ના વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રદ્રય૫૬ માં બીજા ઉસ્સામાં સાક્ષીપાઠરૂપે વર્ણન જોવા મળે છે.
૪ તત્વાર્થસંદર્ભઃસ્પર્ધાદિ ઇન્દ્રિયો ૨-મૂત્ર.૨૦ સ્પર્શાદિ વિષયો એર-સૂત્ર .૨૨
૪ અન્યગ્રન્થસંદર્ભદવ્યલોક પ્રકાશ-સર્ગ૩ -શ્લો.૪૮૨થી ૪૮૬
[9]પદ્ય(૧) સૂત્રઃ૧૯નું પદ્ય સૂત્રઃ ૨૧ માં છે. (૨) લબ્ધિ થકીજ આકાર ઉપકરણ તેમજ
ને ઉપયોગમાં પાછાં, એ ત્રણેય સમાય છે. [10] નિષ્કર્ષઃ- [સૂત્ર ૧૫ થી ૧૯ નો નિષ્કર્ષ આ પાંચ સૂત્રમાં મુખ્ય વિષય ઇન્દ્રિય છે. ઈન્દ્રિય પાંચ છે. તેના દ્રવ્ય-ભાવ બે ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org