________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ ક્ષાયોપશમિકભાવનેઅલગ રીતેરજૂ કરતા કહ્યુંછેકે-‘તેતેકર્મના સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવથી અને દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી લાયોપામિક ભાવો પ્રગટે છે.
આ અઢાર ગણોને નામ નિર્દેશ સહ ભાષ્યકાર જણાવે છે (૧) મતિજ્ઞાન (૨) શ્રુત જ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) મતિ અજ્ઞાન (૬) શ્વેત અજ્ઞાન (૭) વિભંગ જ્ઞાન (મિથ્યાત્વયુકત અવધિજ્ઞાન ) (૮) ચક્ષુદર્શન (૯) અચક્ષુદર્શન (૧૦) અવધિ દર્શન (૧૧) દાન લબ્ધિ (૧૨) લાભ લબ્ધિ (૧૩) ભોગ લબ્ધિ (૧૪) ઉપભોગ લબ્ધિ (૧૫) વીર્ય લબ્ધિ (૧૬) સમ્યક્ત્વ (૧૭) સર્વવિરતિ (૧૮) દેશ વિરતિ
૨૨
-
ચાર ઘાતી કર્મોના ક્ષયોપશમ્ થીજ આ અઢાર ગુણોનું પ્રાગટ્ય દર્શાવે છે. જેમકે ઃ – ” જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમ થકી પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન [મિથ્યાત્વ સહચરીત જ્ઞાન] (નો ભાવ) પ્રગટે છે.
દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ થકી ત્રણ દર્શન (નો ભાવ) પ્રગટ છે. અંતરાય કર્મના ક્ષયોપશમ થકી દાનાદિ પાંચ લબ્ધિ (નો ભાગ) પ્રગટે છે. મોહનીય કર્મના ક્ષયોપશમ થકી [દર્શનમોહનીય ના ક્ષયોપશમ થકી] સમ્યક્ત્વ અને [ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ થકી] બંને પ્રકારના ચારિત્ર [નો ભાવ] પ્રગટ થાય છે. (૧) મતિજ્ઞાન ઃ પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા જે જ્ઞાન થાય તે [વિશેષાર્થ : અધ્યાય : ૧ સૂત્ર ૯ માં કહેવાઇ ગયો છે]
” મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતુ જ્ઞાન તે મતિ જ્ઞાન
(૨) શ્રુત જ્ઞાન ઃ – મન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચન પૂર્વક થતો બોધ. વિશેષાર્થ - અધ્યાય : ૧ સૂત્ર ઃ ૯ માં કહેવાઇ ગયો છે]
શ્રુત જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ થી પ્રગટ થતું જ્ઞાન તે શ્રુત જ્ઞાન
(૩) અવધિજ્ઞાનઃ ઇન્દ્રિય કે મનના નિમિત વિના આત્મશકિતવડે થતો રૂપી પદાર્થોનો બોધ [વિશેષાર્થ- અધ્યાય : ૧ સૂત્રઃ ૯માં કહેવાઇ ગયો છે]
x અવધિજ્ઞાનાવર કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતું જ્ઞાન તે અવિધ જ્ઞાન.
(૪) મનઃ પર્યવજ્ઞાન : અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોના મનનાવિચારોનો – પર્યાયોનો બોધ વિશેષ ચર્ચા અધ્યાય : ૧ સૂત્રઃ ૯ માં થયેલી છે ]
મનઃ પર્યાયજ્ઞાનવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતું જ્ઞાન તે મનઃ પર્યાય જ્ઞાન, મતિ વગેરે ચાર જ્ઞાનની પૂર્વે વ્યાખ્યા કરાયેલી છે. અહીં માત્ર તે ભાવની ઓળખ જ આપી છે.
અહીં મત્યાદિચાર જ્ઞાનાવરણીય કર્મના તમામસર્વોપાતિસ્પર્ધકોનો ધ્વસ્તઅને દેશોપધાતીસ્પર્ધકોનો સમયે સમયે વિશુદ્ધિ અપેક્ષાએ અનંત ભાગે ક્ષય તથા બીજાની ઉપશાન્તિ થાય છે. સમ્યગ્દર્શનના સાહચર્યથી તેને જ્ઞાન કહ્યું છે. તે જ આ ક્ષયોપશમજ જ્ઞાન ચતુષ્ય કહેવાય છે. તત્વાર્થ ધિગમસૂત્ર – સિદ્ધસેનીય ટીકા ભાગ ૧− પૃ ૧૪૪ (૫) મતિ અજ્ઞાન :– મિથ્યાત્વયુકત મતિજ્ઞાનવરણના ક્ષયોપશમથી પ્રગટે તે
(૬) શ્રુત અજ્ઞાન : મિથ્યાત્વયુકત શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટે તે (૭) વિભંગ જ્ઞાન : મિથ્યાત્વયુકત અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટે તે વિપરીત અવધિજ્ઞાન કે વિભંગ જ્ઞાન.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org