________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૫
૧૫૧ કાર્પણ શરીર વડે થતું નથી.
-જયાં સુધી અન્ય શરીર સહાયક ન થાય ત્યાં સુધી એકલું કાર્પણ શરીર ઉપભોગને સાધી શકતું નથી.
–બાહ્ય ઇન્દ્રિય વિના સંસારના શુભાશુભ વિષયોના સુખ-દુઃખનો અનુભવ થઈ શકે નથી, કામણ શરીરને બાહ્ય ઇન્દ્રિયો ન હોવાથી ફકત ભાવ ઈન્દ્રિયના બળે સુખ-દુઃખનો અનુભવ થઈ શકતો નથી.
દારિકાદિ ચાર શરીર સોપભોગ કઈ રીતે? ઔદારિકાદિચારે શરીરોથી થકી (પૂર્વેજણાવ્યા મુજબ) સુખ-દુઃખનો અનુભવ, વિશિષ્ટ પ્રકારે કર્મબન્ધ, કર્મના ફળનો અનુભવ અને કર્મનિર્જરા થતી હોવાથી તે ઉપભોગસહિત છે.
कार्मण व्यतिरिक्तानि औदारिकादीनि सोपभोगानि उपभोग निमित्त इन्द्रियाणां भावात् $ ઔદારિક શરીરથી જેમ સુખ-દુઃખનો અનુભવ-આદિ ચારે વસ્તુથઈ શકે છે તેરીતે વૈક્રિય શરીર દ્વારા પણ થઈ શકે છે. કેમ કે વૈક્રિય શરીરમાં પણ અંગોપાંગ તથા નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયો પ્રત્યક્ષ હોવાથી ઈષ્ટ-અનિષ્ટ વિષયોનું સેવન થાય છે
આહારક શરીર થકી પણ ચતુર્દશ પૂર્વધર મુનિનું પ્રયોજન સિધ્ધ થઈ શકે છે.
તૈજસ શરીર થકી પણ નિગ્રહ-અનુગ્રહ અથવા ઉપમુકત આહારનું પચન અને તે થકી સુખાદિનો અનુભવ થાય જ છે માટે ભાષ્યકારે આ ચારે શરીરને સોપભોગ કહ્યા છે.
જ તૈજસ શરીરમાં ઉપભોગ કઈ રીતે ઘટી શકે તૈજસશરીરમાં પણ કાર્મણની માફક દવ્ય ઈન્દ્રિયોનો અભાવ છે તેથી તેના દ્વારા ઉપભોગ કઈ રીતે થઈ શકે?
જ તૈજસ શરીરથકી ખોરાકનું પાચન અને તેજલેશ્યા કે શીતલેશ્યા નો પ્રાદુર્ભાવ થાય છે. તૈજસ શરીર ની શકિત બરાબર હોય તો પાચન સારી રીતે થતા સુખનો અનુભવ અને તૈજસ શરીર નો હાસ થતાં પાચન સારી રીતે ન થવાથી અ-સુખનો અનુભવ થાય છે
તેજલેશ્યા કે શીત લેગ્યા મૂકી શાપ કે અનુગ્રહ બુધ્ધિ થી આનંદનો અનુભવ અને જો પોતે મુકેલી તેજોલેશ્યા કે શીતલેશ્યા કામ ન કરેતો દુઃખ અનુભવ થાય છે. વળી શાપ કે અનુગ્રહ બુધ્ધિ કર્મનો બંધ પણ કરાવે છે. શુભાશુભ કર્મનો અનુભવ પણ તે કરાવે છે તેથી તૈજસ શરીરને પણ સોપભોગ જ કહ્યું છે.
છે આહારક શરીરમાં ઉપભોગ સહિતતા કઇરીતે ઘટી શકે?
–આહારક શરીરમાં પણ શરીર તથા ઇન્દ્રિયના અભિવ્યકત સ્વરૂપને લીધે શબ્દાદિનો પ્રહણરૂપ ઉપભોગ હોય જ છે.
U [8] સંદર્ભ- પ્રસ્તુત સૂત્ર સૈધ્ધાન્તિક પાસાને થોડી અલગ રીતે રજૂ કરે છે. શરીરની ઉપભોગતાની દ્રષ્ટિએ પાંચે શરીરને આશ્રીને વિશિષ્ટ પ્રકારે સૂત્ર-નિરૂપણા કરી હોવાથી શબ્દશઃ સંદર્ભ મળતો નથી આગમમાં ભગવતી સૂત્રશ-૩-૭ નૂ. ૬૨ માં અર્થપ્રધાન સંદર્ભમળે છે જુઓ અમારૂ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો પૃ-૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org