________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૧
૧૩૯ [4] સૂત્રસાર-તિજસ-કાશ્મણ એ બંને શરીર] પ્રતિઘાત થી રહિત છે.
(અર્થાત્ તૈજસ અને કાર્મણ શરીરની ગતિ સંપૂર્ણ લોકમાં થઈ શકે છે.) U [5] શબ્દજ્ઞાન
મતિયા- રૂકાવટ સિવાય U [6]અનવૃત્તિ-નાળ પરે સૂત્ર રઃ૪૦થી પરે શબ્દની અનુવૃત્તિ આવે છે.
ઘરે શબ્દથી પછીનાબે એટલે કે તૈનસ અને #ર્મળ એ સૂત્ર ર૩૭ ગૌરિ વૈશ્વિક અને સૂત્ર ર૩૯ પ્રશતોગસંયેયપુ ને આધારે નક્કી થશે.
I [7]અભિનવ ટીકા-તૈજસ અને કાર્મણ એબે શરીરો પ્રતિઘાત રહિત છે અર્થાત લોકના અંત સુધી સર્વત્ર જતા આવતા આ બંને શરીરોને કોઈ રોકી શકતું નથી.
* મતિયા-અહીં પ્રતિયતે શબ્દ પ્રથમા દ્વિવચનમાં જણાવેલ છે કેમ કે ઉપરોકત બે શરીરોની અનુવૃત્તિ અહીં લેવાની છે શરીરની સંખ્યા બે છે, માટે તે જણાવવા સૂત્રમાં પણ દ્વિવચન નિર્દેશ છે
2 अप्रतिघाते इति प्रतिघात वर्जिते ।
જ એક મૂર્ત પદાર્થનો બીજા મૂર્ત પદાર્થ થકી જે વ્યાઘાત થાય છે તેને પ્રતિઘાત કહે છે તૈજસ-કાશ્મણ શરીરોને આવો કોઈ પ્રતિઘાત થતો નથી તેદર્શાવવા અહીં -પ્રતિયાત (પ્રતિઘાત રહિતતા) એવો શબ્દ મુકેલ છે.
જ વિશેષ:- ઐદારિકાદિ પાંચ શરીરો છે તેમાં પ્રથમ ત્રણ શરીર ની તુલના એ છેલ્લા બે માંથી કેટલીક વિશેષતા છે. તેમાંની એક વિશેષતા તે પ્રતિઘાત રહિતતા
આખા લોકમાં આ તૈજસ અને કાર્મણ શરીર કયાંય પણ પ્રતિઘાત પામતાં નથી અર્થાત વજ જેવી કઠિન વસ્તુ પણ એમને પ્રવેશ કરતાં રોકી શકતી નથી કેમ કે તે અત્યંત સૂક્ષ્મ છે.
જો કે એક મૂર્ત વસ્તુનો બીજી મૂર્ત વસ્તુથી પ્રતિઘાત થતો દેખાય છે, તથાપિ આ પ્રતિઘાતનો નિયમ સ્કૂલ વસ્તુઓમાં લાગુ પડે છે. સૂક્ષ્મમાં નહીં સૂક્ષ્મ વસ્તુ રોકાયા વિનાજ દરેક સ્થાને પ્રવેશ કરે છે. જેમ લોહપિંડમાં અગ્નિ સૂક્ષ્મ હોવાથી અગ્નિ લોઢા ના ગોળામાં પ્રવેશ કરે છે. તે રીતે તૈજસ અને કાર્મણ શરીરને વજ પટલ આદિથી પણ વ્યાધાત થતો નથી.
અહીં એક મર્યાદા પણ ખ્યાલમાં રાખવા જેવી છે. આ બંને શરીરનું અપ્રતિઘાત પણું સંપૂર્ણ લોકની અંદર જ છે. લોકના અન્ને બંને શરીરને પ્રતિઘાત થાય છે. કેમ કે જીવને ગતિ અને સ્થિતિ સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય છે જે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. લોકના અત્તે આ બંને દ્રવ્યોનો અભાવ હોવાથી તૈજસ અને કાર્મણ શરીરની ગતિ થઈ શકતી નથી.
* શંકા-સૂક્ષ્મ હોવાથી વૈક્રિય અને આહારક પણ અપ્રતિઘાતિ કહેવા જાઇએ-તે કેમ ન કહ્યું?
# વૈક્રિય અને આહારક પ્રતિઘાત રહિત પણે પ્રવેશ કરી શકે છે. તે વાત સત્ય છે. પરંતુ અહીં સૂત્રકાર જે ગપ્રતિપાત શબ્દ પ્રયોજે છે તેમાં અપ્રતિઘાતનો અર્થ લોકાંત પર્યન્ત અવ્યાહત-અખ્ખલિત ગતિ એવો કર્યો છે. વૈક્રિય અને આહારક શરીર અપ્રતિહતગતિ વાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org