________________
૧૩)
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઉષ્ણગુણ વાળું હોઈ બીજાને સળગાવી દેવા સમર્થ હોય છે. જેને તેજાલેશ્યા છોડવી કહે છે.
–શુભ (અનુગ્રહરૂપ)લબ્ધિ તૈજસ શરીરઃ- પ્રસન્નતા થીકે અનુગ્રહ બુધ્ધિ થી તૈજસ શરીર શીત ગુણયુક્ત બનાવી શકાય છે જેને શીતલેશ્યા કહે છે. તે શુભ તૈજસ શરીર. આ શીતલેશ્યા તેજોવેશ્યા નો નાશ કરવામાં કે ઉપશમાવવામાં સમર્થ હોય છે.
# અલબ્ધિ રૂપતૈિજસ શરીરઃ- (ઉપભૂકત) ખવાયેલા આહારને પચાવવામાં સમર્થ એવું આ તૈજસ શરીર કહ્યું છે. (અથવા) જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થાય છે તે તેનલ શરીર છે.
–આપણા શરીરમાં જઠરાગ્નિમાં જે ગરમી રહેલી છે તે એક જાતનું શરીર છે. જેનાથી ખોરાક પચે છે. તેમજ મૃત્યુ થતા આ શરીર ન રહેતુ હોવાથી ઔદારિક શરીર ઠંડુ પડી જાય છે જે કાર્યો બીજા કોઈપણ શરીર કરી શકતા નથી.
જ કાર્મણ શરીરઃ-જ્ઞાનાવરણાદિક અષ્ટવિધ કર્મનોવિકાર-અવસ્થા વિશેષ-એકરૂપ ભાવનું હોવું - તેને કાશ્મણ શરીર કહે છે. તે કર્મસ્વરૂપ કે કર્મમય જ છે.
-कर्म निष्पन्नं कर्मसुभवं कर्मैव वा कार्मणम् इति ।
-આત્મા સાથે ક્ષીરનીરવત્ એકમેક થયેલા કર્મોના સમૂહ એજ કાર્મણ શરીર છે. જીવ સમયે સમયે કર્મબંધ કરે છે. આત્મા સાથે બંધાયેલા કર્મો એ જ કામણ શરીર.
આ કાર્મણ શરીર સર્વ શરીરોનું હેતુભૂત છે.
અહીં આ પાંચ શરીરની ઓળખ સૂત્રકાર મહર્ષિએ કરાવી છે તે સિવાય પણ ઘણી હકીકતો પછી-પછીના સૂત્રમાં કહેવાઈ છે.
જ વિશેષ:
# તૈજસ કાર્પણ અનાદિત્વઃ- આ બંને શરીર પ્રત્યેક સંસારી જીવોને અવશ્ય હોય છે સંસાર અનાદિનો છે તેથી શરીર પણ અનાદિનું જ છે. ભવાંતરમાં જતા પણ આ બે શરીરોજ સાથે આવે છે. ફક્ત જીવ મોક્ષમાં જાય ત્યારે બંને શરીર છૂટે છે.
આ બંને શરીરોના આવા ઐફયના કારણે તૈજસ-કાશ્મણ યોગને એક સાથે ગણી લઈ કાર્પણ કાર્ય યોગ અથવા કર્મયોગ એવુંજ નામ [પંદર યોગની ગણના સમયે આપેલું છે.
શરીર પાંચ જ છે - આ સૂત્ર એવું પ્રતિપાદિત કરે છે કે સંસારી જીવોને આ પાંચ શરીરજ હોય છે કદાપી છ શરીર હોઈ શકે નહીં -[જીવ વિશેષને બે-ત્રણ કે ચાર શરીર હોઈ શકે પરંતુ તે ચર્ચા સૂત્ર રઃ૪૪- તવાદ્રિનીમા થશે).
# અહીં સંસારીનું જ ગ્રહણ કરવું - ઉપર શરીરના પાંચ ભેદ કહ્યા તે સંસારી જીવોના જ ગ્રહણ કરવાના છે. કેમકે અહીં સંસારિખ: નો અધિકાર અનુવર્તે છે. તેમજ ભાષ્યમાં પણ સંસારિખ નીવાનામ્ એવું સ્પષ્ટ કથન છે.
જે જીવો મુકત છે. તેઓ તો શરીર અને કર્મથી સર્વથા રહિત જ હોય છે તેથી તેમના વિષયમાં શરીર સંબધિ વિચારણા નિરર્થક છે.
૪ વમય શબ્દનું ગ્રહણ કેમ નહીં?:-શરીર શબ્દને બદલે જય શબ્દના ગ્રહણ થી લાઘવતા જરૂર થાય છતાં અહીં શરીર શબ્દનું ગ્રહણ કરેલ છે તે અભિપ્રાય વિશેષને માટે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org