________________
૧૨૯
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૭
-ભૂમિચર માંથી ખેચર થઈ જાય-ખેચરમાંથી ભૂમિચર પણ થઈ જાય -પ્રતિધાતિમાંથી અપ્રતિધાતિ અને અપ્રતિઘાતિમાં પ્રતિધાતિ પણ બની જાય છે. આ બધી વિશેષતા બીજા કોઈ શરીરમાં જોવા મળતી નથી
જે વિક્રિયામાં રહે-અથવા-વિક્રિયામાં ઉત્પન્ન થાય કે વિક્રિયામાં સિધ્ધ કરાય તેનેવૈક્રિય કહે છે.
વૈકિય શરીર નામકર્મનો ઉદય થવાથી જે વિક્રિયા-અર્થાત વિવિધ કરણતા-બહુરૂપતાઅનેક સ્વરૂપતા-સધ્ધિ વગેરેથી યુકત છે તેને વૈક્રિય શરીર કહ્યું છે.
વૈક્રિય શરીરના બે ભેદ છે. (૧)ભવપ્રત્યય(૨)લબ્ધિપ્રત્યય –દેવ-નારક જીવોને ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે.
-વૈક્રિય લબ્ધિવાળા કોઇ મનુષ્યને (કે તિર્યંચને) લબ્ધિ પ્રત્યયિક શરીર હોય છે. તેઓ પોતાની ઇચ્છાનુસાર આવું શરીર વિકર્વે છે.
* માદાર શરીર-સંશય નિવારણ માટે, અર્થ વિશેષના ગ્રહણ ને માટે, ઋધ્ધિના દર્શનને માટે ઇત્યાદિ વિશિષ્ટ પ્રયોજનની સિધ્ધિને માટે જે શરીરનું ગ્રહણ કરાય છે અને કાર્ય સમાપ્ત થતા જે શરીર પાછું છોડી દેવાય છે. (અથવા છૂટી જાય છે) તે શરીર વિશેષને આહારક શરીર કહેવાય છે.
આહારકને આહાર્ય પણ કહે છે.
આ શરીરની સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે કોઇને ત્યાંથી ઉછીની લાવેલી વસ્તુ જેમ કાર્ય પૂર્ણ થયે પરત કરાય છે તેમ આહારક શરીર પણ કાર્ય સમાપ્તિ થતા છોડી દેવાય છે. આહારક શરીરના પ્રગટ થવાના સમયથી લઈને અન્તર્મુહૂર્ત સુધીમાં જ કાર્યપરિપૂર્ણ થઈ જાય છે. અને કાર્ય પૂર્ણ થતાં જ તે શરીર પાછું આવીને ઔદારિક શરીરમાં વિઘટીત થઈ જાય છે
જે કાર્ય આ શરીર કરે છે તે કાર્ય બીજા કોઇપણ શરીરથી સિધ્ધ થતું નથી.
આ શરીર ચૌદપૂર્વીજ રચી શકે છે જુઓ-સૂત્રરઃ૪૯ શુએ વિશુદ્ધમ.] તેથીજ આહારક શરીરની બીજી વ્યાખ્યા પણ જોવા મળે છે. “સૂક્ષ્મ તત્વજ્ઞાનની જિજ્ઞાસા આદિ નિમિત્ત થી ચૌદ પૂર્વધર પ્રમત્ત મુનિ જે શરીરની રચના કરે છે તે આહારક શરીર' જે માટે વિશેષ સમજ સૂત્ર૨ઃ૪૯ ની અભિનવટીકામાં જોવી. આહારક શરીર નામકર્મના ઉદયથી આ શરીરનું નિર્માણ થઈ શકે છે.
તૈના શરીરઃ-ઉષ્ણતા જેનું લક્ષણ છે જે લેવાયેલ આહારને પકાવે છે અને પ્રાણિમાત્રમાં રહે છે તે “તેજસ''- જે પ્રસિધ્ધ જ છે.
આ તેજસ ની વિકાર-અવસ્થા વિશેષને જ તૈજસ કહે છે. તેના પર્યાયને “તેજોમય' પણ કહેલ છે. તે તેનો સ્વભાવ અથવા સ્વરૂપ એજ છે કે તેનાથી શાપ રૂપ કે અનુગ્રહરૂપ પ્રયોજનની સિધ્ધિ થાય છે. કેમ કે તેજસ શરીરના બે ભેદ છે (૧)લબ્ધિરૂપ (૨)અલબ્ધિરૂપ
૪ લબ્ધિરૂપ તૈજસ શરીર બે પ્રકારે (૧) શુભ (૨)અશુભ
–અશુભ (શાપરૂપ)લબ્ધિ તૈજસ શરીર- ગોશાળાની જેમ જેને તૈજસ લબ્ધિ પ્રાપ્ત થયેલી હોય તે રોષ-ક્રોધાદિ વશ થઈને પોતાના શરીરની બહાર તૈજસ શરીર કાઢે છે જે
અ. ૨૯
Uain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org