________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
જરાયુ એટલે ગર્ભાશયમાં પ્રાણીની ઉપર રહેલું માંસ અને લોહીનું પડલ કે જાળ અર્થાત્ જીવ ઉપર વીંટાયેલો ઓળનો પારદર્શક પડદો જેમાં બાળક વીંટાયેલું રહે છે. જરાયુ એટલે જે૨.જે ગર્ભમાં જીવના શરીર ની ચો તરફ જાળા જેવું લપેટાયેલું રહે છે. जालवत् प्राणिपरिवरणरूपत्वे सति विततमांसशोणित रूपत्वं जरायोर्लक्षणम्
[તંત્ર નાતા નરાયુના:]
જરાયુથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ ‘જરાયુજ કહેવાય છે. ઉદાહરણઃ- મનુષ્ય,ગાય,ભેંસ,બળદ,બકરી, ભેડ,ઘોડો,ગધેડો,ઊંટ,હરણ,ચમ ગાય,શૂકર,સિંહ,વાઘ,રીંછ,ગેંડો, કૂતરો,શીયાળ,બિલાડી આદિ જરાયુજ ગર્ભજના દષ્ટાંત છે. * અંડના:-અંડ એટલે ઇંડારૂપ
૧૨૦
મૈં નર-માદાના રજ અને વીર્ય, નખની ત્વચા સમાન કઠિનતાને ધારણ કરી તે ગર્ભસ્થ જીવની ચારે તરફ ગોળ આવરણ જેવું બની જાય તેને અંડ કહે છે.
★ नखत्वक् सदशोपात्तकाठिन्ये सति शुक्र शोणित परिवरणरूपं यन्मण्डलं तदुपत्वम् अण्णस्य। અંડ-ઈંડામાંથી ઉત્પન્ન થનારા પ્રાણીઓને અંડજ કહે છે.
अण्डे जायन्ते स्म अण्डजाः
ઉદાહરણઃ- સર્પ,ઘો,ગરોળી,ગૃહકોકિલિકા,માછલી,કાચબો,મગર-તેમજહંસ,નીલકંઠ,પોપટ,ગીધ,બાજ કબૂતર,કાગડો,મોર,બગલો વગેરે પક્ષીઓ અંડજગર્ભજ ના ઉદાહરણો છે.
કોતના: પોત એટલે પડદો
પોત અર્થાત્ જયાં ઈંડાની માફક આજુબાજુ કવચ ન હોય કે જરાયુની જેમ ઓળ જેવા ચીકણા પદાર્થનું આવરણ પણ ન હોય તે.
કોઇપણ પ્રકારના આવરણથી વીંટાયા વિના ખુલ્લા અંગેજ પેદા થાય છે તે પોતજ. * पोता एव जाताः पोतजाः शुद्ध प्रसवा न जराय्वादिना वेष्टिता:
જે પ્રાણીઓ યોનિમાર્ગે થી પ્રસવ થતાંજ હરવા-ફરવા ના સામર્થ્યવાળા હોય અને ગર્ભાશયમાં કોઇપણ પ્રકારના આવરણથી રહિત હોય તે પોતેજ કહેવાય છે. પોત ની માફક જન્મતાને પોતજ ગર્ભજ કહે છે.
ઉદાહરણઃ- હાથી,ખરગોશ,શારિકા,નોળીયો,ઉંદર,ચર્મપાંખવાળા જીવ,ભારણ્ડ પક્ષી,બિડાલ વગેરે જીવ પોતજ છે.
૫ર્મ:-પૂર્વે સૂત્ર ૨:૩૨ માં આ શબ્દની વ્યાખ્યા કરાઇ જ છે. વિશેષ એટલું કે અહીં સ્વોપજ્ઞ ભાષ્યમાં TMર્મ: નો અર્થ સૂત્રકાર ર્માંનન્મ: એમ કરે છે. એટલે પ્રસ્તુત સૂત્રમાં f શબ્દનો પ્રયોગ મનમ્ન ના અર્થમાં થયો છે.
આ અર્થ થકી જરાયુજ અંડજ પોતજ એ ત્રણેનો ગર્ભ જન્મ થાય છે એવો અર્થ થયો છે વિશેષે કરીને કહીએતો આ ત્રણ પ્રકારે જીવોનો ગર્ભ જન્મ થાય છે અને આ ત્રણ પ્રકારના જીવોનો જ ગર્ભ જન્મ થાય છે. અન્ય કોઇ ચોથાનો નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org