________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧
૧૧
અત્યન્ત મિશ્રતા તે પારિણામિક–અથવા તે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ અથવા સંક્રમાદિપણે જે પરિણમવું તે પારિણામિક ભાવ.
સર્વથી ઉપશમ મોહનીય કર્મને જ હોય છે અન્ય કર્મોનો નહીં --ક્ષયોપશમ ચાર ઘાતી કર્મોનો જ હોય છે.
-પારિણામિક,ક્ષાયિક,ઔદયિક આ ત્રણે ભાવ આઠે કર્મોને હોય છે. —ગતિને આશ્રીને પાંચ ભાવો
મનુષ્ય,દેવ,તિર્યંચ અને નરકરૂપ ચારે ગતિમાં પાંચે ભાવ હોય છે. તે આ રીતે–જીવત્વ હોવાથી પારિણામિક ભાવ કહ્યો છે.
સમ્યક્ત્વ હોવાથી ઔપશમિક અને ક્ષાયિક ભાવ કહ્યો છે. ઇન્દ્રિયો ને આશ્રીને ક્ષાયોપશમિક ભાવ જણાવ્યો –ગતિ ને આશ્રી ને ઔયિક ભાવ કહ્યો છે.
—સિધ્ધગતિમાં ક્ષાયિક અનેપારિણામિક બે ભાવજહોયછે. જ્ઞાનાદિતે ક્ષાયિકભાવ અને જીવત્વ તે પારિણામિક ભાવ
ભાવો શું સાબિત કરે છે.
—પારિણામિક ભાવ સાબિત કરે છે કે જીવનો અનાદિ અનંત શુધ્ધ ચૈતન્ય સ્વભાવ છે. —ઔયિક ભાવ સાબિત કરે છે કે શુધ્ધ ચૈતન્ય સ્વભાવ હોવા છતાં જીવની અવસ્થામાં વિકાર આવે છે.– જડ કર્મ સાથે અનાદિના સંબંધ નેકારણે આ વિકાર જન્મે છે.
– ક્ષાયોપશમિક ભાવ સાબિત કરે છે કે—જીવને કર્મનો સંબંધ હોવાથી આવરણો આવવા છતાં અંશે પણ જ્ઞાન-દર્શન-વીર્યનો ઉઘાડ તો રહે છે.
– ઔપશમિક ભાવસાબિત કરે છે કે—જીવ પુરુષાર્થ થકી ઔદિયેક ભાવનેટાળે છે ત્યારે સર્વ પ્રથમ શ્રધ્ધા ગુણ પ્રગટતા ઔપશમિક સમ્યક્ત્વ થાય –સંપૂર્ણ ઔદયિક ભાવ ને દબાવવા થકી જીવ પોતાના સ્વગુણો ને પ્રગટ કરી શકે છે તે ક્ષાયિક ભાવ સાબિત કરે છે. [] [8] સંદર્ભ:આગમ સંદર્ભ:
(૧) .....भावे पण्णते तं जहा - ओजति उवसमिते खत्तिते खतोवसमित्ते पारिणामित्ते (નિવાì) - સ્થા. સ્થા. ૬૬. ૧૭
(२) छव्विहे (भावे) पण्णते तं जहा उदईए उवसमिए खईए खओवसमिए पारिणामिए અનુયોગ. સૂ. ૧૨૬/૨
(સન્નિવા′′)
તત્વાર્થ સંદર્ભઃ
વિશેષ ચર્ચા અધ્યાય-૨ સૂત્ર ૨ થી ૮ અન્ય ગ્રન્થ સંદર્ભઃ
(૧) ભાવલોક પ્રકાશ (સર્ગઃ૩૬)
(૨) ચતુર્થ કર્મગ્રન્થ સૂત્ર વૃત્તિ ગાથા-૬૪ થી ૭૦
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org