________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૩
૧૧૫
[10] નિષ્કર્ષ:- જીવને મિથ્યાત્વના ઉદયથી પોતાના સ્વરૂપની ભ્રમણા રહે છે. આગળ વધીને કહીએ તો તે શ૨ી૨ને પોતાનું જ માને છે. અને આ મિથ્યા માન્યતાથી નવાનવા શરીરો સાથે સંબંધ બાંધ્યા જ કરે છે. જેને જન્મ – મરણ કહેવાય છે. પ્રસ્તુત સૂત્ર જન્મના ત્રણ ભેદ દર્શાવે છે. પણ તે શરીરને આશ્રીને. જો અશરીરરી કે અજન્મા બનવું હોય તો આ ત્રણે ભેદથી ઉપર ઉઠવું પડશે. અને તે માટે એક જ રસ્તો છે - ‘‘મોક્ષ’’ .
અધ્યાય : ૨ સૂત્ર :૩૩
[1] સૂત્રહેતુ :- જીવ જન્મે કઇ રીતે તે સ્થાનને આશ્રીને ત્રણ ભેદ કહ્યા. આ સૂત્રમાં જીવ ના ઉત્પત્તિ સ્થાન [યોનિ] ના ભેદોને જણાવે છે. [][2] સૂત્રઃ મૂળ ઃ- સચિત્તશીતસંવૃત્તા: સેત્તામિત્ર વૈશસ્તવોનય:
[3] સૂત્રઃ પૃથક્ઃ- સવિત-શીત-સંવૃતા: સેતરા-મિત્રા: ૬ શ: તત્ યોનય: [] [4] સૂત્રસાર:- [જીવોની યોનિ] ઉત્પત્તિસ્થાન સચિત્ત-શીત-સંવૃત્ત એ ત્રણ તથા એ ત્રણના પ્રતિપક્ષભૂત [અચિત-ઉષ્ણ-વિવૃત્ત]તથા મિશ્ર [સચિત્તાચિત્તિ-શીતોષ્ણ અને સંવૃત્ત વિવૃત્ત એમ કુલ નવ પ્રકારે હોય છે
] [5] શબ્દજ્ઞાન ઃસવિત્ત: સચિત-જીવવાળી
શીત: શીત -ઠંડી
તા: પ્રતીપક્ષી
સંવૃત્ત: ઢંકાયેલી
મિત્ર: મિશ્ર-જેમકે શીતોષ્ણ તાત્: તે (જન્મની)
યોનયઃ યોનિઓ-ઉત્પત્તિ સ્થાનો
શ: એક એક-એકરીતે
[] [6] અનુવૃત્તિ ઃ- મૂર્ચ્છનાર્કોપપતા સૂત્ર ૨:૩૨થી ગમ્મશબ્દ અહીં લેવો.
--
[7] અભિનવટીકા :- અષ્ટવિધ કર્મરૂપ સંસાર ના બંધનમાં પડેલ જીવોને પૂર્વભવ સમાપ્ત થતાંજ નવો ભવ ધારણ કરવો પડે છે. તે ભવધારણ માટે જન્મ પણ લેવો પડે છે જન્મના ત્રણ ભેદતો ઉપરોકત સૂત્રમાં જણાવ્યા પરંતુ જન્મને માટેનું કોઇ સ્થાન તો જોઇએ જ
પ્રસ્તુત સૂત્ર જન્મના સ્થાન અર્થાત્ યોનિને નવભેદ સહિત જણાવે છે.
* યોનિ:-યોનિનો સમાન્ય અર્થ છે ‘‘ઉત્પત્તિ સ્થાન'' અર્થાત્ જન્મનું સ્થાન તે યોનિ-કે જયાં જીવો ઉત્પન્ન થાય છે.
યોનિ એટલે જન્મ માટે-આધાર સ્થાન
युवन्ति - मिश्रिभवन्ति यत्र स्थाने जन्महेतु द्रव्याणि कार्मणेन सह तद् योनिः तच्च स्थानमाश्रयभावेन यूयत इति योनि:
જેસ્થાનમાં પહેલ વહેલા સ્થૂલ શરીરને માટે ગ્રહણ કરેલા પુદ્ગલ કાર્મણ શરીરની
સાથે તપેલા લોઢામાં પાણીની જેમ સમાઇ જાય છે. તે સ્થાનને યોનિ કહેવામાં આવે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org