________________
૫૫
અધ્યાયઃ ૧ સૂત્રઃ ૮ વ્યાપક છે. તે બધા પદાર્થોની કાળમર્યાદા દર્શાવે છે.
$ ભાવ શબ્દ ન્યાસ (સૂત્ર ૫) માં છે છતાં અહીં અલગ ગ્રહણ કેમ?
ન્યાસમાં “ભાવ” નો અર્થ વર્તમાન અવસ્થા લીધો છે. જેમકેસિધ્ધ અવસ્થામાં ભાવ તીર્થકરપણું ગમ્યુ પણ ભવિષ્યમાં આ અવસ્થા થવાની હોય તો “દવ્ય''નિક્ષેપ ગણે છે. જયારે આ સૂત્ર ભાવનો અર્થ ઔપશમિક વગેરે ભાવો માટે ગ્રહણ કરેલ છે. બંને સ્થાને ભાવ શબ્દનું જુદું જુદું પ્રયોજન છે.
# ક્ષેત્ર અને સ્પર્શનમાં તફાવતઃ
ક્ષેત્ર શબ્દ અધિકરણથી વિશેષતા સૂચવે છે. તો પણ તે એક દેશનો વિષય કરે છે અને સ્પર્શન શબ્દ સર્વ દેશનો વિષય કરે છે.
જેમ કે કોઈ પૂછે કે “રાજા કયાં રહે છે' ઉત્તર આવશે “અમુક નગરમાં રહે છે તેથી રાજાનો નિવાસ સંપૂર્ણ નગરમાં નથી હોતો પણ નગરના એક દેશમાં હોય છે. તેને ક્ષેત્ર કહે છે. પણ “તેલ કયાં રહેછે?” એમ પુછતાતેલ તલમાંકે મગફળીમાં રહે છે. તેમ ઉત્તર મળશે. અહીં સર્વત્ર તેલ રહેવાના કારણે તેલ કે મગફળી એ તેલનું સ્પર્શન છે.
વળી બીજી રીતે તફાવત જોતા “ક્ષેત્ર” એ વર્તમાનકાળનો વિષય છે. જયારે સ્પર્શન” ત્રિકાળ ગોચર વિષય છે.
[8] સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ
से किं तं अणणुगमे ? नवविहे पण्णत्ते तं जहा संतपयपरुवणया १ दव्व पमाणं च २ खित्त ३ फइसणा य ४ कालो य ५ अंतरं ६ भाग ७ भाव ८ अप्पाबडं चेव-९
જ અનુયોગદ્વાર સૂત્ર ૮૦ જ અન્યગ્રન્થ સંદર્ભ(૧)કર્મગ્રંથ ચોથો ચૌદ માર્ગણાના ૨ દ્વારોમાં આ અંગે કેટલાક ઉલ્લેખો છે. (૨)નવતત્ત્વ ગાથા-૪૩ U [9]પધઃ
[બંને પદ્યોનો પૂર્વાર્ધ સૂત્ર૭ માં પદ્યવિભાગમાં નોંધ્યો છે.] (૧) સાતમું સત્પદ પ્રરૂપણા આઠમું સંખ્યા કહ્યું
ક્ષેત્ર સ્પર્શન કાલ અંતર, ભાવ તેરમું સહ્યું અલ્પ બહુત ચૌદમું છે, જ્ઞાન સમ્યગ જાણવા પ્રમાણને નયના પ્રમાણે સર્વભેદો ભાવવા આ ચૌદ પ્રશ્ન જ્ઞાન સાચું મેળવી મુકિતવરે
જુભાવે જીવ ભાવો ભાવતા મેળવી મુકિતવરે. (૨) સ્પર્શન કાળને ભાવ આંતરો દ્વારા તેરમું
ચૌદ છે બારણા જેમાં અલ્પ બહુત્વ ચૌદમું. U [10] નિષ્કર્ષ:- સૂત્ર ૭ અને સૂત્ર ૮ બંને થકી ચૌદ ધારો દર્શાવ્યા. તે થકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org