________________
૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)ભાવ અજીવઃ-ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય,પુદ્ગલાસ્તિકાય, એ ચારના ગતિ-સ્થિતિ-અવકાશ અને સ્પર્ધાદિ ચતુષ્ક એવા અનુક્રમે લક્ષણો છે.
ભાવ અજીવ આ ગત્યાદિ લક્ષણવાળા ધર્માસ્તિકાયાદિને ગણેલ છે. (૩)આશ્રવ તત્ત્વઃ- કર્મોને આવવાના દ્વાર રૂપ આશ્રવ તત્ત્વ (૧)નામાક્સવ -જેનું આસ્રવ’ એ પ્રમાણે નામ કરાયેલું હોય તેને નામ-આસ્રવ કહેવાય.
(૨)સ્થાપના આસવ-આસવનું કોઈ ચિત્ર-મૂર્તિ વગેરે દ્વારા સ્થાપના કરાઈ હોય તે સ્થાપના આમ્રવ. આમ્રવનો માત્ર આવવુંઅર્થ કરો તો બારી-બારણા પણ સ્થાપના આસવ રૂપ જ જણાવી શકાશે.
(૩)દ્રવ્ય આસવઃ- (૧)શુભ અથવા અશુભ કર્મ પુદગલોનું આવવુંતેદવ્ય આસ્રવ. (૨)મિથ્યાત્વ-અવિરતિ કષાય યોગરૂપ ઉદયમાં નહીં આવેલા પરિણામો તેદવ્યાગ્નવ.
(૪)ભાવ આસવઃ- (૧)દ્રવ્ય આસ્રવમાં કારણભૂત જીવોને જે શુભ-અશુભ પરિણામ તે ભાવ આસ્રવ.
(૨)મિથ્યાત્વ-અવિરતિ-કષાય કે યોગના પરિણામ તે ભાવ આસ્રવ.
(૪)બંધતત્ત્વઃ- કર્મ પુદ્ગલોનું આત્મા સાથે ક્ષીર-નીર જોડાવું તે બંધ તત્ત્વ. તેના ચાર નિપા આ રીતે છે.
(૧)નામ બંધઃ- જે કોઇ વસ્તુનું નામ બંધ હોય તે નામ બંધ નિક્ષેપો જેમ કે ઘરમાં પુરાવુંજેલમાં પુરાવું કે કર્મોથી બંધાવું તે.
(૨)સ્થાપનાબંધ-ચિત્ર-મૂર્તિ આદિ દ્વારા બંધની સ્થાપના કરવી. જેમકે મોહનીય કર્મ બેડી રૂપ કહ્યું. મોહનીયથી બંધાયેલા જીવ દર્શાવવા બેડી વાળો માનવ એવી આવૃત્તિ સ્થાપી અને કર્મબંધનું આરોપણ કરવું તે સ્થાપના બંધ.
(૩)દ્રવ્યબંધઃ- (૧)બેડીરૂપ જે થકી કતૃત્વ પરિણામ અને ક્રિયત્વભાવને અવરોધકતા પ્રાપ્ત થાય તે દ્રવ્ય બંધન.
(૨)આત્મા સાથે કર્મ પુદ્ગલોનો સંબંધ.
(૪)ભાવ બંધઃ- પ્રકૃત્તિ રૂપ જે જે કર્મોની જે-જે પ્રકૃત્તિ આત્મા સાથે બંધાયેલી રહે તેને ભાવ બંધ જાણવો. જેના પરિણામ સ્વરૂપે સ્વ-ભાવ [આત્માનો પોતાનો ભાવ પરિણમનમાં પ્રતિબંધકતા થાયછે.
(૨)દ્રવ્ય બંધના કારણરૂપ આત્માનો અધ્યવસાય. (૫)સંવર તત્ત્વઃ- જેના વડે આવતા કર્મ રોકાય તે સંવર તત્ત્વ. (૧)નામ સંવરઃ- કોઈપણ વસ્તુનું સંવર એવું નામ આપવું તે “નામ સંવર'
(૨)સ્થાપના સંવર:- ચિત્ર-મૂર્તિ વગેરે દ્વારા સંવરની સ્થાપના કરવામાં આવે તે સ્થાપના સંવર. સંવર એટલે રોકવું અર્થ જ ગ્રહણ કરો તો “પ્રવેશબંધિ” એ નામ સંવરરૂપ ગણાશે અને ““રેડ સિગ્નલ કે ફાટક વગેરે સ્થાપના સંવર રૂપ ગણાશે.
(૩)દ્રવ્ય સંવરઃ- જે દ્વારા કર્મને આવવાના દ્વારા રોકાય તે દ્રવ્યસંવર. સમિતિ-ગુપ્તિપરિષહ-યતિધર્મ-ભાવના ચરિત્ર થકી જે શુભા શુભ આશ્રવ રોકાય તે દ્રવ્યસંવર જાણવો.
(૪)ભાવસંવરઃ- (૧)સમિતિ-ગુપ્તિ-પરિષહ-યતિધર્મ-ભાવના અને ચારિત્રના પરિણામોને પ્રાપ્ત થયેલા જીવ દ્વારા સમજપૂર્વક આશ્રવ નિરોધનો ભાવ તે ભાવસંવર.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only