________________
૧૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્પષ્ટ બની જતા વિશેષ રૂપે બને છે અને આ નયથી જ વિશેષગામી દ્રષ્ટિનો આરંભ થાય છે.
ૠજુ સૂત્ર પછીના ત્રણે નયો તો ઉત્તરોત્તર વધારે ને વધારે વિશેષગામી થતા જાય છે. અલબત્ત એક હકીકત અહીં ધ્યાનમાં રાખવી કે ઉત્તર ઉત્તર નયો જેમ વિશેષ સ્પષ્ટ કે સૂક્ષ્મ બને છે, તેમ તે ઉત્તર નયની અપેક્ષાએ પૂર્વનો નય સામાન્યગામી ગણાશે.
આ શબ્દ નય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે છે. પણ જો એક સમાન પર્યાયવાચી શબ્દો હોય તો અર્થભેદ સ્વીકારતો નથી તેથી કયારેક તેના અર્થઘટનમાં વિસંવાદિતા જણાશે. કેમ કે કોઇ અર્થભેદ છે તેમ કહેશે અને કોઇ કહેશે કે શબ્દ ભેદથી અર્થભેદ નથી. જેમ કે ચંદ્રસોમ-ઇન્દુ-વગેરે શબ્દો પર્યાયવાચી છે. માટે અર્થભેદ ગણેલ નથી. પણ પૂર્વે કહ્યા મુજબ કારક-લિંગ-વચનભેદ થાય તો અર્થભેદ ગણાશે.
જયારે સમભિરૂઢ નય એક પર્યાયવાચી શબ્દોમાં પણ શબ્દ ભેદથી અર્થભેદ માને છે.
આ રીતે શાબ્દિક ધર્મોને આધારે જે અર્થભેદની અનેક માન્યતા ચાલે છે તે શ્રેણી શબ્દનયની. શાબ્દિક ભેદે અર્થભેદની વિચારણા કરતી બુધ્ધિ વ્યુત્પત્તિ ભેદ તરફ ઢળે છે અને રાજા નૃપત્તિ-ભૂપતિ વગેરેના વ્યુત્પિત્તિ ભેદે અર્થ ભેદ કરે છે તે સમભિરૂઢ નય-સવિશેષ ઉંડાણમાં ટેવાયેલી બુધ્ધિ-વ્યુત્પત્તિ ભેદે ઘટતો અર્થ વર્તતો હોય ત્યારે જ તે શબ્દને તે અર્થમાં સ્વીકારે છે. આ રીતે રાજચિહ્નોથી જયારે શોભતો હોય ત્યારે જ તે રાજા એવું કહેછેતે એવંભૂત નય. સાત નયોમાં પૂર્વ પૂર્વ-નયો કરતા ઉત્તર-ઉત્તર નય વધુ સૂક્ષ્મ છે. પ્રથમના ત્રણ અથવા ચાર સામાન્ય ગ્રાહી છે. પછીના ચાર અથવા શબ્દાદિ ત્રણ નયોવિશેષ ગ્રાહી છે. આ રીતે સાત પ્રકારે વિચાર સરણીની ગોઠવણીને નય નિરૂપણ-નયવાદ કે નય વિચારધારા કહી છે.
સમાપનઃ- આ રીતે જે નયો કહ્યા તે પ્રત્યેક ને જુદી જુદી અપેક્ષાએ સ્વીકારવા પણ એક બીજાના વિરોધી માનવાનહીં. કેમ કે એક પદાર્થોમાં જુદા જુદા વિચારોનું મિશ્રણ જોવા મળે છે. જેમ કે સર્વે પદાર્થોમાં વિશેષતા ન હોવાથી સામાન્ય રીતે સત્ રૂપે એક છે. સર્વે પદાર્થો જીવ-અજીવ રૂપે બે છે.
સર્વે પદાર્થો દૃવ્ય-ગુણ-પર્યાય અપેક્ષાએ ત્રણ છે.
-સર્વે પદાર્થો ચાર દર્શનના વિષય તરીકેની અપેક્ષાએ ચાર છે.
સર્વે પદાર્થો પાંચ અસ્તિકાયની અપેક્ષાએ પાંચ છે.
સર્વેપદાર્થો છ ધ્રૂવ્યોની અપેક્ષાએ છ છે.
અહીં પદાર્થો તો તે જ છે માત્ર અપેક્ષા મુજબ વચન બદલાય છે. આ દરેક નયો પોતપોતાના વિષયમાં સ્વતંત્ર છે. છતાં તે બીજા નયોને ખોટા ઠેરવતા નથી માટે તેનયો કહ્યા. જોપોતાની વાતને જ સાચી ઠેરવે અને બીજાને ખોટી ઠરાવે તો તે દુર્નય અથવા નયાભાસ કહેવાય.
નયના વિવિધ ભેદોઃ- નયના ઉપર મુજબ સાત અથવા પાંચ નય ગણાવ્યા. એજ રીતે તેના ભિન્ન ભિન્ન ભેદો પણ ઓળખાવાય છે.
દૃવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયઃ- નૈગમાદિ નયોને મુખ્ય બે વિભાગમાં પણ વિભાજીત કરાય છે-જે દ્રવ્યના અસ્તિત્ત્વનું ગ્રહણ કરે છે. અથવા દ્રવ્યની ગુણ-સત્તાને મુખ્યપણે ગ્રાહે છે અને તેના પર્યાય [ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય] ને ગૌણ પણે ગૃહે છે તે દ્રવ્યાર્થિક નય.
દ્રવ્ય એટલે સામાન્યકે મૂળભૂત પદાર્થ પ્રથમના ત્રણે નય [કોઇ મતે ચાર નય] દ્રવ્યાર્થિક નયો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International