________________
અધ્યાયઃ ૧ સૂત્રઃ૩પ
૧૪૭ * सम्यक् प्रकारेण पर्याय शब्देषु निरुक्तिभेदेन भिन्नं अर्थ अभिरोहन्-इति समभिरुढ: * જે વિચાર શબ્દની વ્યત્પિત્તિને આધારે અર્થભેદ કહ્યું તે.
આ નયનો મત એ છે કે જેલિંગ-કારક વગેરે ભેદે અર્થભેદ માનો છો તો વ્યુત્પત્તિ ભેદે પણ અર્થનો ભેદ માનવો જોઈએ.
ઈન્દ્ર-નાત્ ઐશ્વર્યવાળો હોવાથી ઈન્દ્ર. શક્ર-શનાત્ શકિતવાળો હોવાથી શક્ર. પુરંદર-પુરવારણાત્ દૈત્યોના નગર નાશ કરવાથી પુરંદર.
(૭)-[૫-૩]એવંભૂત શબ્દ નય - વ્યંજન એટલે પદાર્થ ઓળખવા માટે વપરાયેલો શબ્દો અને અર્થએટલે જેને માટે તે શબ્દ વાપરેલો હોય તે પદાર્થ. તે બંને જયારે બરાબર હોય ત્યારે જે જ્ઞાન પ્રવર્તે તે એવંભૂત નય.
જ પુર્વ મવતિ એના જેવું છે. વાચક શબ્દનો જે અર્થ વ્યુત્પત્તિ રૂપે વિદ્યમાન છે. તેની સમાનજ અર્થની તેવીજ રીતે ક્રિયા તે વાચક શબ્દથી બતાવાય છે.
* નયનો સાતમો ભેદ અને શબ્દનયનો ત્રીજો પેટા ભેદ એવોઆ એવભૂત શબ્દનય એમ કહે છે કે, “શબ્દથી ફલિત થતો અર્થ ઘટતો હોય ત્યારે જ તે વસ્તુનેતે રૂપે સ્વીકારે, બીજી વખતે નહીં
જેમ ગાયક જયારે ગાયન ગાતો હતો હોય ત્યારે જ ગાયક કહેવાય અન્ય સમયે નહીં. લખતો હોય ત્યારે જ લેખક- રાજચિહ્યી શોભતો હોય ત્યારે જ રાજા.
આમ શબ્દનયના ત્રણ ભેદ કર્યા. તેમાં સાંપ્રતનય ઘડો-કુંભ-કળશ વગેરે પર્યાય કહે છે. સમભિરૂઢનયટનાત્-એટલે ઘટ-ઘટએવો અવાજ કરે છે માટે ઘડો કહે છે. એવંભૂતનયઘડો ત્યારે કહેવાય જયારે પાણી ભરવાની ક્રિયા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો હોય-અથવા સ્ત્રીના મસ્તકે ચડીને પાણી લેવા જવા આવવાની ક્રિયા ચાલુ હોય.
* નયોના પરસ્પર સંબંધ -
૪ નૈગમનયનો વિષય સૌથી વિશાળ છે કારણ કે તે સામાન્ય અને વિશેષ બંને લોક રૂઢિને અનુસરે છે... સંગ્રહનયનો વિષય નૈગમ નયથી ઓછો છે કારણ કે તે માત્ર સામાન્યલક્ષી છે... વ્યવહારનય નો વિષય તો સંગ્રહથી પણ ઓછો છે. કેમ કે તે સંગ્રહનયે સંકલિત કરેલા વિષય ઉપર જ અમુક વિશેષતાઓને આધારે પૃથક્કરણ કરે છે. આ રીતે ત્રણેનું વિષય ક્ષેત્ર ઉત્તરોત્તર ટૂંકાતું જાય છે.
આમ છતાં ત્રણેમાં પૌર્વાપર્યસંબંધતો છેજ. સામાન્ય-વિશેષ અને તે બંનેનું ભાન નૈગમનય કરાવે છે. એમાંથી સંગ્રહાયનો જન્મ થાય અને સંગ્રહનીજ ભીંત ઉપર વ્યવહારનું ચિત્રતૈયાર થાય.
આ રીતે સંગ્રહ નય સામાન્યનો અને વ્યવહારનય વિશેષનો સ્વીકાર કરતું હોવા છતાં કયારેક પરસ્પર સાપેક્ષ જણાય છે.
જેમ આ નગરમાં મનુષ્યો રહે છે. આ વિચાર સંગ્રહનયનો છે. તેમ તે નગરમાં મનુષ્ય ઉપરાંત પશુ-પક્ષી પણ હશે જ. એટલે જીવની અપેક્ષાએ વિશેષતા દર્શાવી મનુષ્ય રહે છે તે વાત એ વ્યવહારનય.
સ્ત્રી-પુરૂષો-બાળકોની અપેક્ષાએ એ મનુષ્ય એવો સામાન્ય શબ્દ તે સંગ્રહનય. # ઋજુસૂત્રનયવર્તમાનકાળનેસ્વીકારીને ભૂતતથાભાવિનો ઇન્કાર કરે છે. તેથી તેનોવિષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org