________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર
અભિનવટીકા
પણ તે સંભવ નથી. જેમ દીવો પણ બળી જાય અને અંધારું પણ રહી જાય તે બની શકે અરું? તેમ અહીં પણ જ્ઞાન માત્રથી મોક્ષ થતો હોય તો પૂર્ણજ્ઞાન થઇ જાય અને મોક્ષ પણ ન મળે તેવું બની શકે ખરું?
પણ પૂર્ણજ્ઞાન થયા બાદ પણ કેટલાંક કર્મો બાકી રહે છે. જેના ક્ષય વિના મોક્ષ મળતો નથી. જયાં સુધી તે કર્મો બાકી છે ત્યાં સુધી તીર્થ પ્રર્વતન-ઉપદેશાદિ પ્રવૃત્તિ ચાલુ રહે છે. હવે વિચારો કે બાકી કર્મોનો ક્ષય જ્ઞાનથી થવાનો કે અન્ય કોઇ કારણથી?
જ્ઞાનતો પૂર્ણત્વ પામી ગયું. બીજા કર્મોનો ક્ષય અન્ય કારણથી થવાનો છે. તે અન્ય કારણ એ સમ્યક્ ચારિત્ર. જો માત્ર જ્ઞાનથી મોક્ષ થતો હોય તો જૈનધર્મ સર્વ સ્વીકૃત જ બની જાય કેમ કે ચારિત્ર પાલનની જરૂર જ ન રહે.
જંગલમાં ભૂલા પડેલા માનવીને ભોમીયો રસ્તો દેખાડે છે, ત્યા ભોમીયો માર્ગનું જ્ઞાન ધરાવે છે. હવે તે ભોમીયાના જ્ઞાન મુજબ ચાલશે-વર્તન ક૨શે તો લક્ષ્ય સ્થાને પહોંચશે. તે રીતે સમ્યક્ જ્ઞાન હોય પણ જ્ઞાન મુજબનું આચરણ સમ્યક્ ન બને ત્યાં સુધી મોક્ષ થતો નથી. સમ્યક્ દર્શન હોય ત્યાં સમ્યક્ જ્ઞાન અવશ્ય સહચારી હોય છે તે મંતવ્યાનુસાર સમ્યજ્ઞાન હોય ત્યાં સમ્યગ્દર્શન હોવાનું જ.
જો તત્ત્વાર્થ ભાષ્યનો મત લઇએ તો -‘‘પૂર્વના ગુણની પ્રાપ્તિ હોય તો ઉત્તરના ગુણ પ્રાપ્તિ હોય કે ન પણ હોય. પરંતુ ઉત્તર ગુણની પ્રાપ્તિ થતા પૂર્વના ગુણની પ્રાપ્તિ અવશ્ય હોય.’' એ કથન મુજબ પણ સમ્યક્ જ્ઞાન હોય ત્યાં સમ્યક્દર્શન હોવાનું જ છે.
આ બંને મતથી પણ કદાચ જ્ઞાનની શ્રેષ્ઠતાનો વિચાર આવી શકે. તો ત્યાં પણ એ જ સમાધાન છે કે અહીં જ્ઞાન સાથે આપોઆપ દર્શનનું સાહચર્ય તો સ્વીકારાઇજ જાય છે. તેથી ફકત જ્ઞાનની શ્રેષ્ઠતા પૂરવાર થશે નહી. વળીતેરમાં ગુણ સ્થાનકે જ્ઞાન તો પૂર્ણ જ હશે છતાં મોક્ષ નથવામાં અ-યોગ રૂપ ચારિત્રની પૂર્ણતા જ બાકી રહેવાની. માટે માત્ર જ્ઞાનને મોક્ષનું પૂર્ણ સાધન ગણી શકાય નહીં.
પ્રશ્નઃ-સમ્યક્ દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રમાં ઉત્તરની પ્રાપ્તિ થતા પૂર્વના ગુણોનો લાભ નિશ્ચિત હોવાનો જ. તો સમ્યક્ ચારિત્ર ને જ મોક્ષનું શ્રેષ્ઠ સાધન શા માટે નથી ગણતાં?
સમાધાનઃ- પ્રથમ તો આ પ્રશ્ન થકી જ સમ્યક્ દર્શન અને સમ્યક્ જ્ઞાન ના અસ્તિત્ત્વનો સ્વીકાર થઇ જાય છે. પરિણામે ત્રણે સાધનોનો સમન્વય સ્વીકૃત બની જ જવાનો.
બીજી વાત એ છે કે તત્ત્વની શ્રધ્ધા હશે તો જ્ઞાન પણ સંગત બનશે, અને દર્શન-જ્ઞાન બંને સાધન શુધ્ધ હશે તો પરિણામે ચારિત્ર પણ સમ્યક્ બનશે. તેથી ચારિત્ર હોય ત્યાં દર્શન અને જ્ઞાન અવશ્ય હોય તે વાત જેટલી સત્ય છે, તેટલું જ એ સત્ય છે કે દર્શન અને જ્ઞાનની સભ્યતા પછી જ ચારિત્ર પણ સમ્યક્ બનવાનું.
જીવ-અજીવ વગેરે તત્ત્વોની શ્રધ્ધા ન હોય, મોક્ષની માન્યતા જ ન હોય તેનું જ્ઞાન કદી સમ્યક્ બને નહીં. અને સમ્યક્દર્શન અને જ્ઞાન વિનાનો આત્મા કદી સમ્યક્ ચારિત્રી બનશે નહીં. તેથી માત્ર ચારિત્ર પણ મોક્ષનું સાધન બની શકે નહીં.
આગળ વધીને કહીએ તો તેરમાં ગુણસ્થાનકે તો સમ્યગ્દર્શન
સમ્યજ્ઞાન પરિપૂર્ણ છે. કેમ કે કેવળ દર્શન કેવળજ્ઞાન થયેલા જ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org