________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
મનઃપર્યાય જ્ઞાનનું ક્ષેત્ર અને સ્વામીઃ
મન:પર્યાય જ્ઞાની મહાત્મા જ્ઞાનના બળથી અઢીદ્વિપ અર્થાત્ મનુષ્યલોકમાં રહેલો સંશિ પર્યાપ્ત પંચેન્દ્રિય પ્રાણીઓએ વિચારેલી વસ્તુઓને જાણી શકે છે.
આ જ્ઞાનના સ્વામી અથવા ધારક પ્રમાદ રહિત એવા સાધુઓ જ હોય છે. અવિરતિ અથવા દેશિવરતિધરને આ જ્ઞાન કદાપી થતું નથી. સર્વવિરતિધરને પણ મન:પર્યાય જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતા આ જ્ઞાન પ્રગટે છે.તીર્થંકર પરમાત્માને આ જ્ઞાન દીક્ષા ગ્રહણ કરે તે સમયથી જ ઉત્પન્ન થઇ જાય છે.
૧૨૦
દેવો-નારકો તિર્યંચો કે ગૃહસ્થોને આ જ્ઞાન કદાપિ થતું નથી. વિશિષ્ટતમ શુધ્ધ પરિણામોથી કદાચ ઘેર બેઠા કેવળજ્ઞાન થયું હોય તેવા દ્રષ્ટાન્ત છે. પણ ગૃહસ્થને દીક્ષા લીધા સિવાય મન:પર્યાય જ્ઞાન કદી થતું જ નથી.
જે મન:પર્યાયજ્ઞાન દુવ્યક્ષેત્ર-કાળ અને ભાવાથી-શ્રી નસૂિત્ર અનુસાર (૧)દ્રવ્યથી -ૠજુમતિ અનંત પ્રદેશિક અનંત સ્કંધોને વિશેષ તથા સામાન્યરૂપે જાણે છે. જુએ છે. વિપુલમતિ તે જ સ્કન્ધોને અધિકતર-વિપુલતર-વિશુધ્ધ અને નિર્મળ રૂપે જાણે છે. (૨)ક્ષેત્રથીઃ- ઋજુમતિ જધન્યથી અંગુલના અસંખ્યાત્મા ભાગ માત્ર ક્ષેત્રને તથા ઉત્કૃષ્ટથી નીચે રત્નપ્રભાના ક્ષુલ્લક પ્રતર સુધી ઉપર જયોતિષિના ઉપરના તળ સુધી-તીર્છ અઢીદ્વિપમાં સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનોગત ભાવ જાણે-દેખે.
વિપુલમતિ તે ક્ષેત્રને અઢી અંગુલ વધારે જીએ-જાણે. તેમજ વિશુધ્ધતર-વિપુલતરનિર્મળતર-તિમિર રહિત જાણે અને જુએ.
(૩)કાળથીઃ- ઋજુમતિ જધન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ-અતીત અનાગત કાળ જાણે અને જુએ.
વિપુલમતિ એટલા જ કાળને અધિકતર-વિપુલતર-વિશુધ્ધતર અને નિર્મળ જાણે અને જુએ. (૪)ભાવથીઃ- ઋજુમતિ અનંતા ભાવ જાણે-દેખે-સર્વ ભાવનો અનંતમો ભાગ જાણે-દેખે.
વિપુલમતિ તે જ ભાવ અધિકતર વિશુધ્ધ અને નિર્મલ જાણે તથા જીએ. [નોંધઃ- શ્રી નંદિસૂત્ર ૨૭-૨૮-૨૯માં મનઃપર્યાયજ્ઞાનનું સુંદર વર્ણન છે.] [] [8]સંદર્ભ:
આગમ સંદર્ભ:
(१)मणपज्जवणाणे, दुविहे पण्णते, तं जहा उज्जुमति चेव विउलमति चेव* સ્થાનાંગસૂત્રસ્થાન-૨ ઉદ્દેશો ૧ સૂત્ર૭૧/૧૬ (૨)તા ૬ ટુવિદ્ ઉપન્નર, તે ના કન્તુમડ્ ય વિમા ય બ નંદિસૂત્રઃ૧૮ ૪ અન્યગ્રંથ સંદર્ભ:
(૧)કર્મગ્રંથ પહેલો ગાથા ૮ ઉત્તરાર્ધ
] [9]પધઃ
આ બંને પઘો-સૂત્ર ૨૪ અને ૨૫ના સંયુકત પઘો છે. ૠજુમતિને વિપુલમતિ મન:પર્યવ છે દ્વિધા
For Private & Personal Use Only
(૧)
Jain Education International
www.jainelibrary.org