________________
F
અધ્યાય-૧ સૂત્ર-૩૫
૨૨૯ [9] પદ્ય
[સૂત્ર ૩૪+ સૂત્ર ૩૫ સંયુક્ત (૧) બીજી અપેક્ષાનો વિરોધ કર્યા વિના અવબોધ જે
થાય તે કહેવાય નય તે પાંચ ભેદે જણાય છે. તૈગમ અને સંગ્રહવળી વ્યવહાર ઋજુસૂત્રને શબ્દ ત્રણ ભેદ યુક્ત નિગમ ભેદ દ્રયસંયુક્ત છે. વગીકૃત વિચારો જે અંશ શ્રત પ્રમાણના તે નયવાદ છે કિંવા નામે અનેક તેમના શબ્દ અર્થ ક્રિયા દ્રવ્યને વ્યવહાર નિશ્ચય નિગમ સંગ્રહ વહેવાર ઋજુસૂત્ર શબ્દત્રય.
[10] નિષ્કર્ષ આ સૂત્રને વ્યવહાર દષ્ટિએ મૂલવીએ તે અપેક્ષાવાદને ચાદ કરે પડશે. વસ્તુના અનંતા ધર્મો અને તે મુજબ અનંત નો હોવાના માટે કોઈ એક વાતને આત્યંતિક સત્ય માની નિર્ણય ન બાંધવો. કેમ કે તે મિશ્યા દષ્ટિ રાગ પણા તરફ ખેંચી જશે.
બીજુ પ્રત્યેક વાતને ખુલ્લા દિલે સ્વીકાર કરવાની કે તટસ્થ ભાવે સાંભળવા-સમજવાની વૃત્તિ જન્મશે. જે ભૌતિક તેમજ આધ્યામિક લાભ અપાવનારી બનશે.
નિશ્ચયથી વિચારે તે આત્માની યાત્રા નૈગમનયથી એવં ભૂત નય સુધી સુંદરતમ બનશે.
(૧) જીવને ગુણ પર્યાપવાન્ ગણ્યો. જે આ પર્યાને કાપીને નીજ ગુણ પ્રગટાવવા હશે તે સામાન્યમાંથી વિશિષ્ટગ્રાહી ન જોઈશે.
(૨) વ્યવહાર ન કહ્યા મુજબ આત્મા કર્મ કર્તા અને ભોકતા છે. આ કર્તા પણામાંથી નિવશું તે નગમ ન કહ્યા મુજબના દ્રવ્યના પર્યાયે કપાશે–અટકશે અને ઋજુસૂત્રે જણાવેલા જ્ઞાન દશ નાદિ નિજ ગુણો પ્રગટશે.
(૩) શબ્દ નયના કહ્યા મુજબ આત્મા અનંતજ્ઞાન–અનંતદર્શન– અનંત ચારિત્ર-અનંતવીય આદિ ગુણે કરી ચુક્ત છે તે સ્થિતિને પ્રાપ્ત કરી પૂર્ણતાને પ્રાપ્ત કરીએ તે જ નિશ્ચય નયની ચરમ સિમા પમાશે.
અધ્યાય-પ્રથમની ટીકા સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org