________________
૨૨૪
તવાર્થ સૂત્ર પ્રબોધટીકા
જ્યારે પાણી ભરવાની ક્રિયા માટે તેને ઉપયોગ થઈ રહ્યો હોય–અથવા. સ્ત્રીના મસ્તકે ચડીને પાણી લેવા જવા આવવાની ક્રિયા ચાલુ હોય. | નાના પરસ્પર સંબંધ:
નૈગમનયને વિષય સૌથી વિશાળ છે કારણ કે તે સામાન્ય અને વિશેષ બંને લેક રૂઢિને અનુસરે છેસંગ્રહનયનો વિષય નગમનયથી ઓછો છે કારણ કે તે માત્ર સામાન્યલક્ષી છે...વ્યવહારનય ને વિષય તે સંગ્રહથી પણ ઓછો છે. કેમકે તે સંગ્રહ નયે સંકલિત કરેલા વિષય ઉપ જ અમુક વિશેષતાઓને આધારે પૃથક્કરણ કરે છે. આ રીતે ત્રણેનું વિષય ક્ષેત્ર ઉત્તરોત્તર ટૂંકાતું જાય છે.
આમ છતાં ત્રણેમાં પીર્વાપર્યા સંબંધ તે છે જ. સામાન્યવિશેષ અને તે બંનેનું ભાન નૈગમનય કરાવે છે. એમાંથી સંગ્રહાયને. જન્મ થાય અને સંગ્રહની જ ભીંત ઉપર વ્યવહારનું ચિત્ર તૈયાર થાય.
આ રીતે સંગ્રહ નય સામાન્ય અને વ્યવહારનય વિશેષ સ્વીકાર કરતું હોવા છતાં કયારેક પરસ્પર સાપેક્ષ જણાય છે.
જેમ આ નગરમાં મનુષ્ય રહે છે. આ વિચાર સંગ્રહ નયને છે. તેમ તે નગરમાં મનુષ્ય ઉપરાંત પશુ-પક્ષી પણ હશે જ. એટલે જીવની અપેક્ષાએ વિશેષતા દર્શાવી મનુષ્ય રહે છે તે વાત એ વ્યવહારનય.
સ્ત્રી-પુરૂષ-બાળકની અપેક્ષા એ મનુષ્ય એ સામાન્ય શબ્દ તે સંગ્રહનય.
૦ ઋજુ સૂત્ર નય વર્તમાનકાળને સ્વીકારીને ભૂત તથા ભાવિનો ઈન્કાર કરે છે. તેથી તેને વિષય સ્પષ્ટ બની જતા વિશેષ રૂપે બને છે અને આ નયથી જ વિશેષગામી દૃષ્ટિને આરંભ થાય છે. | ઋજુ સૂત્ર પછીના ત્રણે નયે તે ઉત્તરોત્તર વધારે ને વધારે વિશેષગામી થતા જાય છે. અલબત એક હકીકત અહીં ધ્યાનમાં રાખવી કે ઉત્તર ઉત્તરના ની જેમ વિશેષ સ્પષ્ટ કે સૂક્ષ્મ બને છે, તેમ તે ઉત્તર નયની અપેક્ષાએ પૂર્વને નય સામાન્ય ગામી ગણાશે.
૦ શબ્દ નય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે છે. પણ જે એક સમાન પર્યાયવાચી શબ્દ હોય તે અર્થભેદ સ્વીકાર તો નથી તેથી ક્યારેક તેના અર્થઘટનમાં વિસંવાદિતા જણાશે. કેમકે કઈ અર્થભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org