________________
बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः
नमो नमो निम्मल देसणस्स
તત્વાશોધગમ સૂત્ર તત્વ:- (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોને સ્વભાવ તે તત્વ.
(૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હેવું તે
તત્ત્વ જેમ કે જીવજીવરૂપે જ રહે અને અજીવ–અજીવ
રૂપે જ રહે છે. અર્થ:- (૧) જે જણાય તે અર્થ.
(૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હેય તે અર્થ. તત્વાર્થ:- (૧) તત્ત્વ વડે જે અર્થને નિર્ણય કરે તે તત્વાર્થ.
(૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ
જાણ—કે—ગ્રહણ કરે તે તત્વાર્થ. અધિગમ :- (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન.
(૨) જ્ઞાન થવું તે. સૂત્ર:- અલ્પ શબ્દમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્ર
વાક્ય તે સૂત્ર.
પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ અધ–સંવર–નિર્જરા –મોક્ષ એ સાત તો છે. આ સાતે તો ને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બેધની પ્રાપ્તિ તે તત્વાર્થાધિગમ,
સૂત્રકાર મહર્ષિ પૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્વાર્થીધિગમ સૂત્ર કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org