________________
૩૬
(૧૯)
વિજયધર્મસરિ. (આ આચાર્યની ૫૭ નંબરની એક સજઝાય છે.) આ આચાર્ય શ્રી વિજયદયાસરિની પાટ ઉપર થયા છે. તેઓને જન્મ મેવાડના રૂપનગરમાં ઓસવાલ પ્રેમચંદ્ર સુરાણાને ત્યહાં થયે હતા. સં. ૧૮૦૩ માં હેમને ઉદેપુરમાં મહેટા આડઅર પૂર્વક આચાર્ય પદવી મળી હતી. આ વખતે ઉદેપુરના સંઘે ત્રીસહજાર રૂપિયાને વ્યય કર્યો હતે. સં. ૧૮૦૯ માં, મારવાડના કાછોલી ગામમાં તેઓ ગરછનાયક થયા હતા, સં. ૧૮૨૬ માં સૂરતના રહેનાર કચરાભાઈ તારાચદે સિદ્ધાચલજી ઉપર આ આચાર્યશ્રી પાસે ઘણું જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. છેવટ સં. ૧૮૪૧ ના માર્ગશીર્ષ વદિ ૧૦ ને દિવસે મારવાડમાં આવેલ બલંદા ગામમાં હેમનો સ્વર્ગવાસ થયો હતે.
!
...
ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org