________________
૩ર
સુવર્ણ અને રૂપેરી અક્ષરોએ લખાવામાં વાપર્યું હતું. આ બધી પ્રતિયે સાધુઓને વાંચવા માટે આપી હતી. વળી તેજ સંગ્રામે સુપાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું અને મક્ષીજીમાં પાર્થનાથની મૂર્તિ સ્થાપિત કરાવી હતી.
સં. ૧૪૯ માં રાણપુરના શ્રીધરણે સૂરિજીના ઉપદેશથી રાણપુરમાં બંધાવેલ શ્રી ઋષભદેવ ભગવાનના મુખ્ય મંદિરની શીસેમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી.
આ આચાર્યશ્રી દેલવાડા (મેવાડ) માં ત્રણ વખત પધાર્યા હતા. પહેલીવાર આવ્યા હારે લાખારાણાના માનીતા મંત્રી રામદેવ અને ચૂંડ રહામે ગયા હતા. બીજી વખત આવ્યા હારે નીબ શ્રાવકે કરેલા ઉત્સવ પૂર્વક ભુવનસુંદરને આ ચાર્ય પદવી આપી હતી. ત્રીજી વખત આવ્યા ત્યહારે, વીસલે કરેલ ઉત્સવ પૂર્વક વિશાલરાજને વાચક પદ આપ્યું હતું, વીસલે ચિત્તોડમાં બનાવેલા શ્રેયાંસનાથના મંદિરમાં પતિષ્ઠા કરી હતી, વીસલના પુત્ર ચંપકે કરાવેલ મંદિરમાં મને રથક૯૫૫” નામની ૯૩ આંગલના જિનબિંબની પ્રતિષ્ઠા, હેની માતા ખીમાઈના નામથી કરી હતી, વળી ચંપકે કરેલ ઉત્સવ પૂર્વક જિનકીર્તિને સૂરિ પદ અને ઘણાઓને દીક્ષા આપી હતી. વળી સુરગિરિ (લતાબાદ) ના રહીશ મહાદેવે કરેલ ઉત્સવ પૂર્વક અહિં ( દેલવાડામાં ) રત્નશેખરને વાચક પદ આપ્યું હતું. આ સિવાય આચાર્યશ્રીના હાથે બીજાં ઘણું જિનબિંબની. પ્રતિષ્ઠાઓ અને તે નિમિત્તે શ્રાવકોએ ઉત્સો જુદા જુદા સ્થાનેમાં કર્યા હતા.
એકંદર આ આચાર્યશ્રીએ પાંચ જણને આચાર્ય પદવી આપી હતી–૧ મુનિસુંદરસૂરિ, ૨ જ્યચંદ્રસૂરિ ( “કૃષ્ણસરરવતી ” બિરૂદ ધારક), ૩ ભુવનસુંદરસૂરિ, ૪ જિનસુંદરસૂરિ અને ૫ જિનકીર્તિરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org