________________
(૧૭)
સેમસુંદરસૂરિ. ( આ આચાર્યની ૪૫ નંબરની માત્ર એકજ સઝાય છે.)
આ આચાર્યને જન્મ, પાલ્ડણપુરમાં સં. ૧૪૩૦ ના માઘ વદિ ૧૪ ના દિવસે થયો હતે. હેમના પિતાનું નામ સજજન શાહ હતું, અને માતાનું માલકણદે. મૂલ નામ સેમચંદ્ર હતું. સાત વર્ષની હાની વયમાં એટલે સં. ૧૪૩૭ માં હેમણે પાલ્ડણપુરની અંદરજ શ્રીજયાનંદસરિ પાસે દીક્ષા લીધી હતી. હેમની સાથે હેમની બહેને પણ દીક્ષા લીધી હતી. શ્રી જયાનંદસૂરિને સ્વર્ગવાસ થતાં હેમની પાટે શ્રીદેવસુંદરસૂરિ આવ્યા હતા. દેવસુંદરસૂરિએ સેમસુંદરને શ્રીકાનસાગરસૂરિ પાસે અભ્યાસ કરવા મોકલ્યા હતા. હેમની પાસે હેમણે સારે અભ્યાસ કર્યો હતે. તે પછી સં. ૧૪૫૦ માં હેમને વાચક પદ મળ્યું હતું, અને સં. ૧૮પ૭ માં અણહિલપુરના નરસિંહે કરેલા ઉત્સવ પૂર્વક આચાર્ય પદવી મળી હતી.
આ આચાર્યશ્રીના ઉપદેશથી ઘણાં ઉત્તમોત્તમ પ્રભાવક કાર્યો થયાં હતાં. હેમાંનાં ખાસ ખાસ આ છે
માંડવગઢના સંગ્રામ સોનીએ આચાર્યશ્રીને ચોમાસું રાખી ભગવતી સૂત્ર વંચાવ્યું હતું, અને પ્રત્યેક “ ગોયમા !” શબ્દ સોનામહેરે ચઢાવી હતી. એકંદર સંગ્રામે ૩૬૦૦૦ સેનામહોરે, હેની માતાએ ૧૮૦૦૦ અને હેની સ્ત્રીએ ૯૦૦૦ એમ કુલ ૬૩૦૦૦ સોનામહોર ચઢાવી હતી. હેની અંદર ૧ લાખ અને ૪૫૦૦૦ સેનામહોરે બીજી ઉમેરી તે બધું દ્રવ્ય, સં. ૧૪૭૧ ની સાલમાં કલ્પસૂત્ર અને કાલિકાચાર્યની કથાની પ્રતિ સચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org