________________
(૧૫)
વિજયરાજસૂરિ. ( આ આચાર્યની ૪૨ અને ૪૩ નંબરની એમ ૨ સઝાય છે.)
આ આચાર્ય શ્રીવિજ્યાદસૂરિની પાટે થયા છે. આ આચાર્ય સબંધી વિશેષ જાણવા જેવી હકીકત હજૂ સુધી મળી નથી. પરંતુ એટલું અવશ્ય મળે છે કે, તેઓ કડીના રહીશ હતા, હેમના પિતા ઓશવાલ વંશીય ખીમાશાહ હતા. અને માતાનું નામ ગમતાદે હતું. હેમણે સં. ૧૭૪ર માં સ્વર્ગગમન કર્યું હતું.
(૧૬)
મુનિસુંદરસૂરિ. ( આ આચાર્યની ૪૪ અને ૬ નંબરની બે સજઝાય છે).
આ આચાર્ય શ્રી સોમસુંદરસૂરિની પાટે થયા છે. હેમનો જન્મ સં. ૧૪૩૮ માં થયે હતું, દીક્ષા સં. ૧૪૪૩ માં લીધી હતી, વાચક પદ સં. ૧૪૬૬ માં થયું હતું, અને સૂરિ પદ સં. ૧૪૭૮ માં મળ્યું હતું. આ સૂરિ પદ વખતે વડનગરના સંઘવી દેવરાજે ૩૨૦૦૦ ટ્રકના ચયથી મહત્સવ કર્યો હતે.
પ્રભાવક આચાર્ય તરીકે આમની પ્રસિદ્ધિ વધુ થઈ હતી. તેઓ બાલ્યાવસ્થાથી જ સહસાવધાની હતા. ૧૦૮ વાટકીઓના નાદને તેઓ ઓળખવાની શક્તિ પણ ધરાવતા હતા. સતિકર
સ્તવન બનાવીને હેમણે, ગિનીએ કરેલો મારીને ઉપદ્રવ દૂર કર્યો હતે. હેમણે ૨૪ વાર વિધિપૂર્વક સૂરિમંત્રનું આરાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org