________________
ર૬
(૧૩)
વિજયદાનસૂરિ. ( આ આચાર્યની ૩૨ નંબરની એક સઝાય છે.) વિજયદાનસૂરિને જન્મ જામલામાં સં. ૧૫૫૩ માં થયે હતો. હેમના પિતાનું નામ ભાવડ હતું અને માતાનું નામ ભરમાદે. હેમનું મૂલ નામ લક્ષ્મણ હતું. નવ વર્ષની ઉમ્મરે સં. ૧૫૬૨ માં હેમણે શ્રીદાનહર્ષની પાસે દીક્ષા લીધી હતી. આચાર્ય શ્રીઆણુંદવિમલસૂરિએ હેમનામાં સારી ગ્યતા જોઈ, શ્રીદાનહર્ષ પાસે હેમની માગણી કરી હતી. દાનહષે એવી કબૂલાત પૂર્વક માગણીને રવીકાર કર્યો હતો કે- હેમને પાટ ઉપર રથાપન કરતાં હારૂં કંઈક નામ રાખવું. ” આણંદવિમલસૂરિએ વ્હારે હેમને શહીમાં સં. ૧૫૮૭ માં આચાર્ય પદવી આપી, હારે હેમનું “વિજયદાનભરિ ” એવું નામ રાખ્યું હતું.
આચાર્ય શ્રી વિજયદાનસૂરિએ મારવાડ, કુંકણુ, ગુજરાત અને સોરઠ વિગેરે ઘણા દેશમાં વિહાર કર્યો હતે. અને ખંભાત, અમદાવાદ, પાટણ, મહેસાણા અને ગધાર વિગેરેમાં ઘણું જિનબિંબની પ્રતિષ્ઠા કરી હતી. આમના ઉપદેશથી સુલતાન મહં
મ્મદના માનનીય મંત્રી ગલરાજ કે હેનું બીજું નામ “મલિકશ્રીનગદલ ” હતું, તેંણે છ મહીનાને કર છોડાવી, તમામ રથળે કુંકુમપત્રિકાઓ એકલાવી શત્રુજ્યને એક પ્લેટો સંઘ કાઢયે હતે. વળી આમના ઉપદેશથી ગંધારના રામજી શાહ અને અમદાવાદના કુંવરજીશાહે શત્રુંજય ઉપર ચામુખ, અષ્ટાપદ વિગેરેનાં મંદિરે અને દેરીએ કરાવી હતી. પ્રથમ પ્રવેશ કરતાં ડાબી તરફ ત્રણદ્વારનું હે મંદિર છે, તે વિજ્યદાનસૂરિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org