SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હેમ સારસ્વત સત્રઃ અહેવાલ R છું કે, આપણું હિન્દનું સાંસ્કૃતિક જીવન વધુ ને વધુ સમૃદ્ધ થયું છે; કેમ કે આ બધી સ્થાનિક સંસ્કૃતિએ હજારો વર્ષોથી આવશ્યક સમાન્તર ધરણોએ વિકાસ પામી છે. આ જાતનું મારું દષ્ટિબિન્દુ રજુ કર્યા બાદ હું કહી શકું છું કે, ગુજરાતી સંસ્કૃતિના જે જે પ્રેમીઓ અહીં એકત્રીત થાય છે, તેમને એક વિનંતિ કરવાની મને છૂટ છે, એમ હું આશા રાખું છું. 3. ભટ્ટાચાર્ય જે અહીં આવ્યા છે, તેમણે પાટણના ભંડારમાં જે જે જના ગ્રન્થ છે તેની નામાવલિ હમણાં જ પ્રસિદ્ધ કરેલ છે. તે યાદીમાં એવા એક જ્ઞાનસમૂહની હયાતીની જાહેરાત કરવામાં આવી છે કે, જે પ્રસિદ્ધિ પામતાં ઓખાયે જગતને સમૃદ્ધ બનાવશે. હું આશા રાખું છું કે, જેઓ આ સંસ્કૃતિમાં રસ લઈ રહ્યા હોય તેઓ વિચારો અને વિદ્યાના આ ખજાનાને વિસ્તૃત દુનિયાને માટે સુગ્રાહ્ય કરશે. વડોદરા રાજ્ય આ દિશામાં ડે. ભટ્ટાચાર્યની દેખરેખ નીચે કેટલુંક કાર્ય કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, અમે જે કાર્ય કરી રહ્યા છીએ તેના વિકાસને ઉત્તેજિત કરવા અમે શક્તિવાન થઈશું. પરંતુ આ જાતનું કાર્ય નાણું, વ્યવસ્થા અને સહકાર વગેરે માગે છે. જે ગુજરાતી સાહિત્ય પરિષદ આ મેળ સાધી શકે, તે હિન્દની સંસ્કૃતિના કાર્યમાં ઘણી કિંમતી સેવા કરી ગણાશેએક રાષ્ટ્ર સ્થલ પદાર્થો પ્રત્યેના તેના વલણથી મહાન નથી, પરંતુ મન અને આત્માના ગુણે પ્રત્યેના તેના લક્ષબિન્દુથી જ હોય છે. હું આશા રાખું છું કે આ વિનંતિને વ્યાપક અને ઉદાર જવાબ મળી રહેશે. એકવાર ફરી આ એતિહાસિક પ્રસંગ સાથે મારી નમ્ર રીતે હું જે સંબંધ જોડી શક્યો છું, તેથી જે મહદ્ આનંદ થાય છે, તેને ઉલ્લેખ કરું છું. મને હર્ષ થાય છે કે આ પ્રસંગ તેને યોગ્ય એવા મકાનથી અંકિત થાય છે, કે જેમાં ગુજરાતી સંસ્કૃતિના વારસારૂપ જે ઘણા કિમતી ગ્રન્થો છે, તેને સંગ્રહ થશે. હું શ્રી મુનશી, અન્ય માનવંતા ગૃહસ્થ અને પરિષદના કાર્યકર્તાઓને, અહીં આવી, પાટણમાં આ સંમેલન ભરવા માટે, ધન્યવાદ આપું છું. હું માનું છું કે, આ સંમેલન અહીં ભરાયું એ ઘણું ઉચિત જ થયું છે અને હું જરૂર ઈચ્છું છું કે, આ ઐતિહાસિક સ્થળે આપણે વધુ અને વધુ સંમેલને ભરીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy