SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હેમ સારસ્વત સત્રઃ અહેવાલ છે. સદ્ગત મહારાજ સાહેબ પરિષદ સાથે નિકટને સંબંધ રાખતા. તેઓશ્રી પરિષદના Patron (મુરબ્બી) હતા. તેઓશ્રી પરિષદની ઘણી જરૂરિયાતે અવારનવાર પૂરી પાડતા. વળી તેઓએ ગુજરાતીને માતૃભાષા બનાવી છે. વહીવટની ઓફિસમાં પણ તેઓશ્રીએ ગુજરાતીને જ પ્રચાર કર્યો છે. પરમ દિવસે શ્રો. ગદ્દે મને સહસ્ત્રલિંગ તળાવનું ખોદકામ જેવા લઈ ગયા, ત્યારે મને ખબર નહોતી કે, એ આટલું બધું સુંદર હશે. તે સાચવી ઉદ્ધાર કરવા જે પ્રયત્ન શ્રી. ગાયકવાડ સરકાર કરે છે, તે બદલ સાહિત્ય પરિષદે અભિનંદન આપવાં જોઈએ. દીવાન સાહેબ ખાનગીમાં કહે છે કે, એમને ગુજરાતી સારી પેઠે આવડે છે, પણ તે બોલી શક્તા નથી. પણ જ્યારે તેઓ દીવાનગીરીની પદવી ઉપર આવ્યા ત્યારે એકાદ માસમાં હું તેમને મળવા ગયો ત્યારે તેઓ બેઠા બેઠા “પાટણની પ્રભુતા” વાંચતા હતા. તેમણે પાટણ જોયું છે કે નહિ તેની મને ખબર નથી, પણ મારું પાટણ તેમણે જોયું છે. અને સાહિત્યકાર તરીકે ગર્વ લઉં છું કે, તમારું છે તે કરતાં મારું સારું છે. ત્યાર બાદ ના. દીવાન સાહેબને બોલવા પ્રમુખશ્રીએ વિનંતિ કરી હતી. વડેદરાના દીવાન સાહેબનું ભાષણ નામદાર દીવાન સાહેબે તાળીઓના નાદ વચ્ચે અંગ્રેજીમાં જણાવ્યું હતું કેઃ નામદાર શ્રી. મુનશીએ જણાવ્યું છે તેમ, ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે શ્રી. ગાયકવાડ સરકારને સંબંધ ઘણો જેને છે. કૈલાસવાસી મહારાજા સાહેબ સયાજીરાવ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભારે રસ લેતા હતા. પરિષદની અગાઉની એક બેઠકમાં તેઓશ્રીએ ઘણે આગેવાનીભર્યો ભાગ લીધે હતો. અમારા યુવાન મહારાજા સાહેબ અહીં આવી આ સંમેલનમાં ભાગ લેવા ઘણું આતુર હતા; પરંતુ કેટલાક અનિવાર્ય સંજોગેને અંગે તેઓ આવી શક્યા નથી. મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy