________________
ગુજરાતી સાહિત્ય પરિષદ
જે નરે! આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે, તેમનું સ્મરણ થયા વિના રહેતું નથી. શ્રીમંત મહારાજા ગાયકવાડના અવસાનથી આપણા સાહિત્યને બહુ મેટી ખેાટ પડી છે. સાહિત્ય પરિષદ સાથે તેમના નિકટને સંબંધ હતા અને ગુજરાતી સાહિત્યનો એમણે કિંમતી સેવા કરી છે. સાથે, આપણી પાસેથી ચાલ્યા ગયેલા બીજા ગૃહસ્થાનું પણ સ્મરણ ચાય છેઃ દી. બુ. કેશવલાલ ધ્રુવ, દી. ખ. નર્મદાશંકર, શ્રી. ડાહ્યાભાઈ દેરાસરી, શાસ્ત્રી શ્રી. હાથીભાઈ અને શ્રો. બળવંતરાય પી. ઠાકાર. આ બધાએ જુદી જુદી રીતે સાહિત્યસેવા કરી છે. આ બધા સાહિત્ય પરિષદનાં બાહ્ય અંગેા હતા, જ્યારે એનાં અંતરગામાંના એક શ્રી. હીરાલાલ પારેખ આપણામાંથી ચાલ્યા ગયા છે. એમનું અવસાન મારે માથે તે એક ધા સમાન થઈ પડયું છે. શ્રી. પારેખ પરિષદના આત્મા સમાન હતા. તેમના વિના પરિષદનું મંડળ સાવ સસ્તું જ લાગે છે. સને ૧૯૨૨ થી તે છેક મૃત્યુપર્યંત તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદની એકધારી સેવા કરી છે.
૩૪
આ વખતે છેલ્લાં પંદર-સત્તર વરસામાં સાહિત્ય પરિષદે કરેલી પ્રતિના પણ ઉલ્લેખ કર્યા સિવાય રહેવાતું નથી. ગુજરાતી સાહિત્ય પરિષદ અનેક મુશ્કેલીએમાંથી પસાર થઇ છે, અનેક વાર પરિષદનું નાવ ખરામે ચડી ભાંગી જતાં બચ્યું છે; પણ હવે એ તફાનના દિવસેા પૂરા થયા છે. આજે પરિષદ પાસે પૈસે છે. એટલું જ નહિ પણ ગુજરાતનો ચાર-પાંચ અગ્રગણ્ય સાહિત્ય સંસ્થાએને એને પૂરેપૂરો સહકાર છે. ગુજરાત વર્નાકયુલર સેાસાયટી, ગુજરાત સાહિત્ય સભા વગેરે આજે એને સાથ આપી રહી છે.
પાટણમાં આ સત્રનું પ્રમુખપદ લેવાનું સુભાગ્ય મને પ્રાપ્ત થયું છે, તેમાં વિધિને હાથ દેખાય છે. બાલપણુમાં મૈં Graves of Vanished Empire એ નામને લેખ લખ્યા, ત્યારથી પાટણને મૈં ગુજરાતની અસ્મિતાનું આધાબિન્દુ માન્યું છે. ઇતિહાસકારો પાટણ અને તેના મહાપુરુષની કથા વિસ્તારથી કહી શકશે. ખરી દૃષ્ટિએ આ ગાયકવાડી મહેસાણા પ્રાંતનું ગામ નથી, પણ સામર્થ્ય અને સમૃદ્ધિ, વિદ્યા અને રસિકતામાં અગ્રેજ્યા તે પાટલીપુત્ર, રામ, એથેન્સ ને પારિણનું સમાવયું શહેર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org