SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ જૈમ સારસ્વત સત્રની ઊજવણી માટે કાઈને વિચાર આવ્યે હાય અને પાટણને આટલે વષે આટલું ગૌરવ પ્રાપ્ત કરવાનું હાય તે તે શ્રી. મુનશીને લીધે છે અને તેથી જ તેઓ પ્રમુખપદ શાભાવે એ સર્વ રીતે યાગ્ય જ છે. એમની ઉચ્ચ સાહિત્યકાર તરીકેની ખ્યાતિ ગુજરાત અને ગુજરાત બહાર સારી પેઠે જાણીતી છે. તે કરાંચી ખાતે સાહિત્ય પરિષદ સંમેલનના પ્રમુખ નિમાયા તેથી તેઓ પ્રમુખ તે ચાલુ જ છે. પણ આજનેા મેળાવડા ખાસ ભરાયેલે છે, તેથી પ્રમુખપદ લેવા માટે એમને જે વિનંતિ થઈ છે, તેને હું મારા તરફથી હૃદયભેર ટેકા આપું છું. 32 આ પછી આ પ્રસ્તાવને અનુમેદન આપતાં ડૉ. હરિપ્રસાદ દેસાઇએ કહ્યું : શ્રી. મુનશી જ્યારથી સાહિત્ય પરિષદમાં આવ્યા ત્યારથી એનાં રૂપરંગ બદલાઈ ગયાં છે; એટલું જ નહિ, પણ રંગૂન, મદ્રાસ, કાર્લખે સુધી – મહાગુજરાતનાં દૂર દૂરનાં સંસ્થાનાની વેલે સુધી તેની લાગવગ વધારી દીધી છે. સહસ્રલિંગ તળાવનું ખેાકામ અમે કાલે જોયું. તેની પુરાણી મહત્તા, નૃત્યકળા, વીરતા–એનાં ચેડાં દર્શન કર્યાં. સ્વ. શ્રી. પડચાના વિદ્યાર્થીગૃહમાં પણ કાલે જવાનું અમને સદ્ભાગ્ય થયું. શિક્ષકાએ ત્યાં ઘણી વસ્તુએ રજૂ કરી હતી. જૂનાં દેવદેવીઓને સજીવન થયેલાં ત્યાં જોયાં. મને ખાતરી છે કે આ સત્રમાં માત્ર ભડારાને જ સજીવન કરતા નથી, પણુ સાથે સાથે શ્રી. મુનશીના પ્રતાપે જે અસ્મિતા જાગ્રત થયેલી છે, તેને વિકાસ થશે. શ્રી. મુનશીએ ત્રણ વ્યક્તિ ગુજરાત સમક્ષ રજૂ કરી છે, ભગવાન ભાર્ગવ, કવિ નર્મદ અને શ્રી. હેમાચાર્યું. એમાં ભગવાન ભાર્ગવ ઇતિહાસ પહેલાંના યુગના છે. નર્મદાશંકરની શતાબ્દિ ગુજરાત અને ભૃગુજરાતમાં આજે શ્રી હેમચંદ્રાચાર્યની ઊજવાય છે. અને જૈનભાઈએ જે એમને પોતાના જ માનતા તેમને હવે આખું યે ગુજરાત પેાતાના માનતું થઈ ગયું છે. આથી શ્રી. મુનશીજી પ્રમુખ તરીકે આ સત્રને માટે લાયક છે. રમબુલાલ આ પછી દરખાસ્તને વધુ અનુમાદન આપતાં ડૉ. શ્રી. કનૈયાલાલ યાજ્ઞિકે કહ્યું કેઃ— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy