SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનમંદિરને અહેવાલ શ્રી. હેમચંદભાઈએ જ્ઞાનમંદિરને અહેવાલ રજૂ કરતાં જણાવ્યું સને ૧૯૩૩માં પૂજ્યશ્રી મુનિમહારાજને ઉપદેશામૃતથી યોજના શરૂ થતાં તેમાં ઓરડા માટે રૂા. ૩૦૦૦૧ નાં વચન સ્વ. શેઠ ચંદુલાલ કેસરીચંદ રાધનપુરવાળાના સ્મરણાર્થે તેમની વિધવા બાઈ કેસરબહેન તરફથી, સ્વ. શેઠ મણિલાલ નિહાલચંદના સ્મર્ણાર્થે તેમની વિધવા બાઈ તારાબાઈ તરફથી તથા સ્વ. શેઠ ડાહ્યાભાઈ મૂલચંદના સ્મરણાર્થે તથા રૂા. ૧૨૦૦૦ રોકડ, વાસણ, દાગીના વગેરે મળી કુલ રૂપિયા ૨૧૦૦ એકવીસ હજારની રકમ ભેગી થયેલી. આ પછી મકાન બાંધવાનું કામ હતું તે મેં પૂરું કર્યું છે. તે મકાન હું શ્રી. જેન સંઘને અર્પણ કરું છું.' બાદ ઉદ્દઘાટનવિધિ કરવા શ્રી. મુનશીને તેમણે વિનતિ કરતાં તેમણે બેન્ડના સરદ વચ્ચે તે વિધિ પૂરો કર્યો. હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ઉદ્દઘાટનવિધિ પ્રસંગનું શ્રી. મુનશીનું વ્યાખ્યાન મને આજે જ્ઞાનમંદિરની ઉદ્દઘાટનક્રિયા કરતાં ઘણે આનંદ થાય છે. શ્રી. હેમચંદભાઈ તો મારા એક ભાઈ સમાં છે. પાટણના ધનાઢી વિદ્યા સાચવી રાખી રહ્યા છે, તેમ તેમણે આ જ્ઞાનમંદિર બનાવ્યું છે. એ જોઈને મને ઘણે હર્ષ થાય છે. હું આપના સર્વ તરફથી તેમને અભિનંદન આપું છું. જ્ઞાનને સંઘરનારા ઘણા થઈ ગયા છે, પરંતુ તેમાં શ્રી. હેમચંદભાઈ અને તેમના કુટુંબનું નામ વર્ષો સુધી આગળ પડતું રહેશે. ગુજરાતના વેપારીઓએ વેપાર – ઉદ્યોગ કરી માત્ર પૈસે જ સાચવી જાણ્યો નથી, પરંતુ તેમણે વિદ્યા પણ સાચવી છે અને તેની વૃદ્ધિ કરી છે. તેમણે દેશસેવામાં પણ ઘણું મોટાં કામે કર્યો છે. વર્ષોથી હું મુંબઈમાં અને બીજે જેતે આવ્યો છું કે, દેશનું એક પણ કાર્ય એવું નથી જેમાં ગુજરાતીઓને – ગુજરાતના વેપારીઓને – પૈસે ન હેય. ગુજરાતીઓની કથળીઓ ઉચ્ચ કેટિનાં કાર્યો માટે હંમેશાં ખુલ્લી રહે છે. પાટણના ધનાલ્યોએ જ્ઞાનની જે કિંમતી સેવા કરી છે, તેની કદર તે ભવિષ્યની પ્રજા જ્યારે તેમાં રહેલી વિદ્વત્તા જાણશે અને તેને ઉપયોગ કરશે ત્યારે જ કરશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy