SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખશ્રી કનૈયાલાલ મુનશીની પધરામણું સત્રના વરાયેલા પ્રમુખ મુંબઈ સરકારના ગૃહસચિવ શ્રી. કનૈયાલાલ મુનશી અમદાવાદથી ટ્રેન મારફત સવારે અગિયાર વાગે આવતાં, પાટણન્ના નાગરિકોએ સંખ્યાબંધ સામૈયાથી સ્ટેશન ઉપર તેમનો ભાવભીને સત્કાર કર્યો હતે. મેદનીના ઘેરા જ્યનાદ તથા મીઠા વાઘસરોદ વચ્ચે સત્રના સ્વાગત મંડળના પ્રમુખશ્રી શેઠ કેશવલાલ નગરશેઠે તથા સત્રના મહેમાનના યજમાન શેઠ શ્રી. હેમચંદભાઈ એ ફૂલમાળાઓ અર્પણ કરી. પ્રમુખશ્રી સાથે દીવાન બહાદુર કૃષ્ણલાલ ઝવેરી, ન્યાયમૂર્તિ હરસિદ્ધભાઈ દિવેટિયા, દાનવીર શેઠ મૂંગાલાલ ગોયન્કા વગેરે માનનીય અતિથિઓ હતા. પાટણની એકેએક ખાનગી કે સરકારી પ્રતિનિધિઓ અને અન્ય વ્યક્તિઓ સ્ટેશન પર હાજર જણાતાં હતાં. ભવ્ય સરઘસરૂપે મેદની ગોઠવાઈ ચાલવા લાગી. આગળ રાષ્ટ્રીય ધ્વજ સાથે બે ખાદીધારી ઘોડેસવારો, બાદ નાના નાના રાષ્ટ્રીય ધ્વજધારી સોએક સાઈલિસ્ટ, બાલસમૂહે અને વિદ્યાર્થીઓ હતા. તેમની પાછળ બૅન્ડ, બાદ પ્રતિષ્ઠિત ગૃહ, શહેરીઓ અને ગામજનો; તેમની પછી રસિકતાથી ગૂંથાયેલા ફૂલહારોથી શણગારેલી અગીમાં શ્રી. મુનશીજી બેઠેલા હતા. બેએક કલાક સુધી સરઘસ શહેરમાં ફર્યું હતું અને ઠામે ઠામે શ્રી. મુનશીજીને જુદી જુદી સંસ્થાઓ તરફથી પુષ્પહાર પહેરાવવામાં આવ્યા હતા. શ્રી. હેમચંદ્ર જ્ઞાનમંદિરનો ઉદ્દઘાટન વિધિ બપોરના ત્રણને અમલે શ્રી. હમજ્ઞાનમંદિરના ઉદ્દઘાટનવિધિનું ભર્ત હતું. પાટણ ઐતિહાસિક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથના ભંડાર માટે જગજાણીતું છે. જુદા જુદા ભંડારોમાં આમતેમ વેરાયેલા અમૂલ્ય ગ્રન્થના સંરક્ષણાર્થે અને તેનો સદુપયોગ કરવાની જોગવાઈ અર્થે રૂ ૫૧૦૦૦ ના ખર્ચે શેઠ શ્રી. હેમચંદભાઈ મોહનલાલ ઝવેરીએ તેમના સ્વર્ગસ્થ પિતાશ્રીના સ્મરણાર્થે રોકનદાર અને ભવ્ય પુસ્તકમંદિર “શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર બંધાવ્યું છે. આ જ્ઞાનમંદિરની રયાપત્યક્તા પૂર્વપશ્ચિમની સંમિશ્રણરૂપ કંઈક નવીન છે. મંદિરના ઉદ્દઘાટનવિધિ માટે સુંદર સમારંભ પાટણના અતિ પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy