SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્યની અપભ્રંશ-સેવા :લેખક: શ્રી. ચતુરભાઈ શંકરભાઈ પટેલ શ્રીમદ્દ હેમચંદ્ર ગુજરાતના અગ્રગણ્ય તિર્ધર અને યુગકર્તા મહાપુરુષ હતા. એમને યુગ હેમયુગ નામ પ્રમાણે સાચે જ સુવર્ણયુગ હતા. મહારાજ જયસિંહદેવને રાજકાળ પરમ યશસ્વી અને ગૌરવયુક્ત હતા. એ સુભગ સમયે સિદ્ધરાજ અને હેમચંદ્રને–એ બે મહા વિભૂતિઓનો વિરલ સંગ થયે--સેનું અને સુગંધ એકઠાં મળ્યાં! પરિણામે ગુજરાતની યશકલગીમાં અદ્દભુત રંગે પૂરાયા. ગુજરાતના ગૈરવમાં અજબ ઉમેરો થયો. ગુજરાતને ભવ્ય ઈતિહાસ સોનેરી અક્ષરે આલેખાયો. શ્રી હેમચંદ્રાચાર્ય અજેડ સાહિત્યસૃષ્ટા હતા; અનુપમ યુગદષ્ટ હતા; કુશળ રાજનીતિજ્ઞ હતા; સમર્થ શાસનસ્વામી હતા. હેમચંદ્ર એટલે સર્વમુખી પરિણત પ્રજ્ઞા, સાંગોપાંગ સંપૂર્ણ અભ્યાસ, રસભરી સર્વોત્કૃષ્ટ સર્જકતા. હેમચંદ્ર એટલે વિદ્યાના મહાસાગર, જીવંત જ્ઞાનકોશ, કલિકાલસર્વજ્ઞ. એમના શિષ્ય દેવચંદ્રના શબ્દોમાં હેમચંદ્ર એટલે “વિવાંનિધિમંથમંદરગિરિ.” એવા અગાધ શક્તિશાળી સપૂત માટે ગુજરાત જેટલાં ગર્વ અને ગૌરવ ધરે એટલાં ઓછાં છે. એઓ શાસનના જેટલા જ સાહિત્યના ભેખધારી હતા. એટલે જેનેના જેટલા જ જૈનેતરના--સમસ્ત ગુજરાતીઓના માનને અને પૂજાને પાત્ર છે. એ કલિકાલસર્વજ્ઞની કુશાગ્ર કલમે કોઈ પણ વિષય છેઠવો છે નથી. એ સાહિત્યસ્વામીની સાર્વત્રિક પ્રતિભાએ એકે પ્રદેશ ખેડ બાકી રાખ્યો નથી. એમની સર્વગ્રાહી બુદ્ધિશક્તિ વ્યાકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy