________________
શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
૨૬૨
આ દરેક પ્રમાણે કુમારપાળ શ્રી હેમચંદ્રસૂરિને અનન્ય ઉપાસક હતો એ વાતને પુરવાર કરે છે.
અજયપાળનું વલણ પણ કુમારપાળને પરમહંત માનવાના પક્ષમાં છે.
અજયપાળે રાજ બનતાં જ જૈનો પર કેર વર્તાવ્યો. જૈન મુનિએ તથા શ્રાવકને ઘાત કરાવ્યા. કુમારપાળે બંધાવેલ જૈન દહેરાસર તોડી નાખ્યાં. આ વખતે સંભવતઃ પરમહંત કુમારપાળના નામવાલા શિલાલેખોને પણ નાશ થયે હશે.
પાછળથી આભડ શ્રાવકે સીલ નામના ભાવને ધનથી ખુશી કરી તેના મારફતે દેરાસરને વિનાશ થતો અટકાવ્યો. સીલે ગોઠવી રાખેલ યુક્તિ પ્રમાણે પોતાની હયાતીમાં પિતાના દેવમંદિરને તેડતા પુત્રને અજયપાળની સમક્ષ ખૂબ ડાર્યા, અને કહ્યું કે “અજયપાળદેવે તો કુમારપાળને મરણ પછી તેનાં ધર્મસ્થાનો નાશ કર્યો, જ્યારે તમે તો મારા જીવતાં મારાં ધર્મસ્થાનને નાશ કરે છે માટે તમે આ નરેશ્વર કરતાં પણ અધિક અધમ છે.” આ શબ્દએ અજબ કામ કર્યું. અજયપાળ શરમાયો, અને તેણે દેરાસર તોડવાનું કામ છેડી દીધું.
(“પ્રબંધચિંતામણિ' પૃ. ૨૦૧, “ચતુર્વિશતિપ્રબંધ' પૃ. ૧૭૪) આ કારણે તારંગાજી તથા દૂરદૂરના દેરાસરો બચી ગયાં.
૨. બ. ગે. હા. દેસાઈ “ગુજરાતને પ્રાચીન ઇતિહાસમાં અજયપાળને પરિચય આપે છે. “અજયપાળે ગાદી પર બેસતાં જ જૈન લોકો પર જુલમ કરવા માંડ્યો. કુમારપાળે બંધાવેલાં જૈન દેવળે તેણે તેડી નાખવા માંડયાં. જૈન ગ્રંથકારણે તેને ભ્રષ્ટબુદ્ધિને, પિતૃઘાતક અને નાસ્તિક તરીકે વર્ણવે છે. અજયપાળે કર, ઉન્મત્ત અને દેશીલી ચાલ ચલાવી છે, એમાં કંઈ શક નથી.
૧ તે સમયે જેમાં પ્રશસ્તિ લખવાની પ્રથા ઓછી હતી. કુમારવિહાર'ની પ્રશસ્તિઓ હશે તે પણ મદિરની સાથે વિનષ્ટ થઈ હશે, અજયપાળે ઉતરાવી નાખી હશે, એવા ડરથી જેને ઉતારી લીધી હશે, કેમકે ધર્મસંમણુકાળમાં એવું બને એ સ્વાભાવિક છે.
૨ આચાર્ય બપ્પભટ્ટસૂરિના સમયપૂર્વનું મોઢેરાનું મંદિર આ રાજ્યના કોપનું ભોગ બન્યું છે. આ જ અરસામાં ‘રિકા’નું જગતદેવાલય પણ જેનેના હાથમાંથી છૂટી ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org