SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. હેમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ ર૬૭ पाद १५. कर्ण च सिन्धुराजं च, निर्जित्य युधि दुयम् । ___ श्रीभोमेनाधुना चक्रे, महाभारतमन्यथा ॥ १५ ॥ ( अनुष्टुप्) “ધણી મુસીબતે જીતી શકાય તેવા કર્ણ અને સિંધુરાજ-સિંધ દેશના રાજાને લડાઈમાં જીતીને શ્રી ભીમ મહારાજાએ તે અત્યારે મહાભારતને ઉથલાવી નાખ્યું છે.” (ચેદિ અથવા ડાહલના રાજા કર્ણને અને સિન્ધના રાજા હમ્મુકને ભીમરાજાએ હરાવ્યા એવી હકીકત “કંથાશ્રય થી પ્રાપ્ત થાય છે. મહાભારતમાં કર્ણને અને માર્યો અને સિંધુદેશના રાજા જયદ્રથને પણ અજુને માર્યો હતો. અહીં તે ભીમે પિતે કર્ણ અને સિંધુરાજનો વધ કર્યો. એટલે મહાભારતના ભીમે કર્ણને વધ નહે તે કર્યો તેમ જ જ્યદ્રથનો વધ પણ નહોતો કર્યો તે વાતને આ ભીમરાજાએ ઉથલાવી નાખી છે.) पाद १६. दुर्योधनोर्वीपतिजैत्रबाहु-गृहीतचेदीशकरोऽवतीर्णः । अनुग्रहीतुं पुनरिन्दुवंशं, श्रीभीमदेवः किल भीम एव ।.१६॥ (उपजाति) દુઃખે યુદ્ધ કરી શકાય તેવા–પ્રબળ રાજાઓને જીતવામાં સમર્થ બહુ ધરાવનાર આ ચાલુક્ય ભીમદેવ હતો. તે પાંડને ભમરાજ ચેદીશ્વર-દુઃશાસનને હાથ કાપી લેનાર થઈ ગયો; તેમ ચેદીશ્વર (ડાહલ દેશના રાજા કર્ણ) પાસેથી કર (માળવાના રાજા પાસેથી તેણે મેળવેલ સોનાની માંડવી વગેરે ખંડણી-ભેટ) ગ્રહણ કરનાર આ ભીમદેવ હતો. તે પરથી લાગે છે કે ચંદ્રવંશ પર કૃપા કરવા સારુ દુર્યોધન મહારાજને જીતનાર પાંડવ ભીમ પોતે ફરી વાર ચંદ્રવંશ પર અનુગ્રહ કરવા માટે પૃથ્વી પર ઊતરી આવ્યા છે. ” (ભીમ પાંડવે દુર્યોધન પર વિજય મેળવ્યો, ભીમરાજે ચેદિને રાજાને પકડ્યો. બન્ને ભીમ જબરા હતા. સોલંકીઓ ચંદ્રવંશી હતા, પાંડવો પણ ચંદ્રવંશી હતા. એટલે આ ભીમરાજને જોતાં પાંવ ભીમરાજ જ ફરી વાર ઊતરી આવ્યા હોય તેમ જણાય છે.) पाद १७. अगणितपञ्चेषुबलः, पुरुषोत्तमचित्तविस्मयं जनयन् । રામોઢાસનમૂર્તિ શ્રી ફળ વ નથતિ છે ૧૭ | (મા) પાંચ પાંડના બળને ન ગણકારનાર (મહાભારતના કર્ણ)ની જેમ શ્રો કર્ણદેવ કામદેવને બળને નહિ ગણકારનાર હતા, શ્રી કૃષ્ણના ચિત્તને વિસ્મય પમાડનાર (મહા. કર્ણ)ની જેમ ચ૦ કર્ણદેવ ઉત્તમ પુરુષોનાં ચિત્તને વિસ્મય પમાડનાર હતા અને રામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy