________________
૨૨૪
ગુજરાતી સાહિત્ય પરિષદ
-
C_.
-
વખતે મૂળરાજથી હારેલા રાજાઓ જે જંગલમાં નાશી ગયા હતા તેમને ઉદ્દેશીને કહે છે તમે જંગલને ભૂલેચૂકે છેડતા નહિ, કારણ કે વિષ્ણુ વર્ષોમાં સૂઈ જાય છે, પણ મૂળરાજ તે શત્રુઓથી સાવધાન રહે છે). पाद ६. मूलार्कः श्रूयते शास्त्रे, सर्वाकल्याणकारकः ।
अधुना मूलराजस्तु, चित्रं लोकेषु गीयते ॥ ६ । (अनुष्टुप)
મૂળ નક્ષત્રનો સૂર્ય સર્વ પ્રકારના નુકસાન કરનાર હોય છે એમ શાસ્ત્રોમાં સંભળાય છે, પણ નવાઈ જેવી વાત છે કે હાલમાં તે લેકેમાં તે સર્વ કલ્યાણના કારણરૂપ ગવાય છે.” ( તિષશાસ્ત્રમાં મૂળને સૂર્ય ખરાબ ગણાય છે, પણ મૂળરાજરૂપ સૂર્યની તે હાલમાં ખૂબ ચઢતી દેખાય છે. જ્યોતિષની માન્યતા પર અહીં ભાર છે.) पाद ७. मूलराजासिधारायां, निमग्ना ये महीभुजः ।
उन्मज्जन्तो विलोक्यन्ते स्वर्गगंगाजलेषु ते ॥ ७ ॥ ( अनुष्टुप् ) “જે મેટા મહારાજાઓ મૂળરાજની તરવારની ધારમાં ડૂખ્યાડુબકી ખાઈ ગયા હતા તેઓ (અત્યારે) સ્વર્ગગંગા--આકાશગંગાના પાણીમાં ઊંચે આવતા-તરતા દેખાય છે.” (જેઓ મૂળરાજ સામે લડ્યા ને મરણ પામ્યા તે અત્યારે સ્વર્ગગંગામાં–આકાશમાં દેખાય છે. તેઓનું દુન્યવી જીવન પૂરું થયું છે.) पाद ८. श्रीमूलराजक्षितिपस्य बाहुबिभर्ति पूर्वाचलशृङ्गशोभाम् । ___ संकोचयन् वैरिमुखाम्बुजानि यस्मिन्नयं स्फूर्जति चन्द्रहासः।। (उपजाति)
મૂળરાજ ક્ષિતિ૫ (રાજા, પૂર્વાચલ)ને બાહુ, પૂર્વાચલ (ઉદયાચલ) શિખરની શોભાને ધારણ કરે છે (શિખર જેવો શોભે છે.); જે બાહુ (શિખરપર રહેલે આ ચંદ્રહાસ (તરવાર, ચન્દ્રને હાસ) વૈરીઓનાં મુખરૂપી કમળોને સંકુચિત કરતે વનિર્દોષ કરે છે. (ચંદ્રહાસ નામનું ખર્ગ– હથિયાર છે. એ જ્યારે ઝળઝળાટ કરતું નીકળે ત્યારે જેમ સૂર્યને ઉદય થતાં ચંદ્ર સકેચ પામે તેમ શત્રુઓના મુખચંદ્રોને નરમ કરી દે છે–સંકેચ પમાડી દે છે. હાથને પર્વત સાથેશત્રુ અને મુખને ચંદ્ર સાથે સરખાવવામાં ભારે યુક્તિ કરી છે. સૂર્ય ઉદય થાય ત્યારે ચંદ્ર સંકેચ પામે છે, પણ મૂળરાજના હાથમાં રહેલ ચંદ્રહાસ તે ધણધણુટ કરી મૂકે છે. આમાં પ્રચ્છન્ન વિરોધાભાસ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org