SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ = કરવા સારુ એક સમિતિ નીમવામાં આવે છે. એ સમિતિ મધ્યસ્થ સભાના સભ્યોની અને નીચે જણાવેલા વધુ સભ્યોની પિતાની સંખ્યામાં ઉમેરો કરવાની સત્તા સાથે નીમવામાં આવે છે -- શ્રી. છોટાલાલ કલાચંદ, શ્રી. નંદલાલ કિલાચંદ, શ્રી. તુલસીદાસ કલાચંદ, શ્રી. હેમચંદ મોહનલાલ, શ્રી. ભોગીલાલ લહેરચંદ, શ્રી. માણેકલાલ પ્રેમચંદ, શ્રી. ચુનીલાલ ભાઈચંદ, શ્રી. અમૃતલાલ કાલિદાસ, શ્રી. ચીમનલાલ જેચંદ વગેરે વગેરે. (ઘ) પરિષદના પ્રમુખ આ સમિતિના પ્રમુખ રહેશે. () પરિષદના અધિકારીઓ પિતાના હેદ્દાની રૂએ આ સમિતિના અધિકારીઓ રહેશે, પણ મંત્રીઓની સંખ્યામાં ઉમેરો. કરવાને અધિકાર આ સમિતિને રહેશે. આ ઉપરાંત શ્રી. હેમચંદ્રાચાર્ય વિષે મનનીય નિબંધે ભેગા કરવા તથા તેમના યુગના સાહિત્યમાંથી પસંદ કરેલું સાહિત્ય પ્રગટ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. પાટણમાં, આવતા ડિસેમ્બરમાં આ મહાન સાહિત્યકાર માટે જે સત્ર ઊજવવાનું નક્કી થયું છે, તેને યોગ્ય સ્વરૂપ આપવાની પ્રાથમિક તૈયારીઓ ચાલી રહી છે. આઠ વર્ષ પહેલાંના એ ઐતિહાસિક નગરમાં આ પ્રસંગ સાહિત્યની દૃષ્ટિએ ઘણો મહત્તવને અને યાદગાર બની રહેશે. ઘણું સાહિત્યરસિકે નાતાલની રજાને લાભ લઈ, પાટણની એ ગૌરવવંતી ભૂમિનાં દર્શન કરવા અને સ્વ. હેમચંદ્રાચાર્યને સ્મરણાંજલિ આપવા આવશે એવી સાહિત્ય પરિષદ આશા રાખે છે. આ વિષયમાં વધુ માહિતી મેળવવાની ઈચ્છા રાખનારે પરિષદ કાર્યાલયમાં મંત્રીઓને લખવું. સાહિત્ય પરિષદ કાર્યાલય, ૮૦, પ્લેનેડ રોડ, મુંબાઈ. ન. ૧. મનહરરામ મહેતા ગોકુલદાસ રાયચુરા અંબાલાલ જાની મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy