________________
૧૯૮
ગુજરાતી સાહિત્ય પરિષદ
પ્રમુખ હતા. ક્ષાત્ર સંસ્કારનો હાસ કરવામાં ગૂજરાતના જેને જવાબદાર હતા તે “ કરણઘેલાનું કે “ વનરાજ ચાવડા”નું મંતવ્ય અત્યારે કાઈ કબૂલ કરશે નહીં. જેનેએ તે ઊલટું ગૂર્જરરાષ્ટ્રના ઝંડાને માળવામાં, મેવાડમાં અને કંકણમાં ફરકાવ્યો હતે. એ જેનેએ સોલંકીયુગ માટે ઈતિહાસ, કાવ્ય, વ્યાકરણ, નાટક, પ્રબંધે, વગેરે લખ્યાં હતાં.
સોલંકીયુગમાં ગુજરાતે વૈદિક સંસ્કારનો વિકાસ અનુભવ્યો. સેલંકીજનતા બહુશ્રત હતી. સોલંકીવંશે મોઢેરા, પાટણ, સિદ્ધપુર, સિહોર, કરણાવતી, ડભોઈ, પ્રભાસ, જૂનાગઢ, ભરુચ, વડનગર, ખંભાત, વગેરે સ્થળોએ બ્રહ્મપુરીઓ અને બ્રાહ્મણ સંસ્થાત વસાવ્યાં. દરેક બ્રહ્મપુરી નાનું વિદ્યાપીઠ હતી. એ બ્રહ્મપુરીમાં વેદ, બ્રાહ્મણ, આરણ્યક, સ્મૃતિ, ઉપનિષદ, વૈદ્યક, વગેરેને અભ્યાસ થતો હતે. એ બ્રહ્મપુરીઓમાં સોલંકી ગૂર્જરરાષ્ટ્રનાં પ્રશસ્તિઓ અને પ્રબંધ લખાતાં, વેદમંત્રની ઘોષણાઓ થતી, વેદાંત ચર્ચાતું. ત્યાં ગૂર્જરરાષ્ટ્રની પવિત્ર નદીઓ, સરસ્વતી, રેવા, તાપી એમનાં પુરાણે લખાયાં; ત્યાં ગૂર્જરરાષ્ટ્રનાં નંદનવન સમાં તીર્થક્ષેત્રોની કથાઓ લખાઈ; ત્યાં ગૂર્જરરાષ્ટ્રની નાતોનાં જયભારત લખાયાં; ત્યાં ગૂર્જરરાષ્ટ્રના રૈવતાચળનું માહાત્મ્ય લખાયું, ત્યાં દ્વારિકાને વૃત્તાંત લખાયો, ત્યાં સમસ્ત હિંદયાત્રિકોની કૃષ્ણની પુણ્યભૂમિની યાત્રાઓને સફળ કરાવવા કર્મકાંડને અભ્યાસ થયો. એ બ્રહપુરીઓના દ્વિજોત્તમ શિલ્પના, સ્થાપત્યના, અને વાસ્તુશાસ્ત્રના પ્રથા પ્રમાણે વાવ કૂવા સરોવર તળાવો અને મંદિરો ઉપસ્થિત કરવામાં સલાટને બોધ કરતા હતા. જેને તેમને લાભ લેતા હતા. તે બેધના અવશેષો આપણને હજુ મઢેરા, સિદ્ધપુર, વડનગર, સોમનાથ, વગેરે સ્થળોએ મળે છે.
ગૂજરાતનું શિલ્પવિધાન, મૂર્તિવિધાન, વગેરે આ યુગમાં પરાકાષ્ટાએ પહોંચ્યાં. એ વિધાને શાસ્ત્રોકત નિયમો પ્રમાણે કરવામાં આવતાં હતાં તેથી તેમાં પરિપૂર્ણતા આવી શકી હતી. એ વિધાન સેલંકીઓએ ગમે ત્યાંથી આપણે ત્યાં આપ્યું હોય, દક્ષિણથી, ઉત્તરથી કે ઓરિસાથી પણ તેની પૂર્ણતા વિષે બે મત હોઈ શકે નહીં. તે વિધાન આપણે લાકડા ઉપર પરિપૂર્ણતાએ ઉતાર્યું તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org