________________
પાંચ હૈમપ્રસગે
: લેખકઃ ભાઈલાલ પ્ર. કાહારી
વિક્રમની બારમી સદી લગભગ અડધે રસ્તે પહોંચી હતી. ગુજરાતના સંસ્કારના ઘડતરમાં ધર્મ મહત્ત્વનું સ્થાન ભાગવત, અને રાજકારભાર મુત્સદ્દી વિષ્ણુકા ચલાવતા. આશ્રમધર્માંતે અનુસરી જીવવું,
મેં નિધનં શ્રેયઃનું પાલન કરવું, અને સમાજે રચેલાં જીવનવ્યવસ્થાનાં બંધાને સ્વેચ્છાપૂર્વક સ્વીકારી તે પ્રમાણે આચરણ રાખવું પ્રેમાં કુંવ્યની પ્રતિશ્રી મનાતી. દેશકાળ પ્રજાનાં નિર્વા માટે અનુકૂળ હતા. વિદ્યાવૃદ્ધિ માટે પ્રમાણમાં સામગ્રી પૂરતી હતી. આશ્રમધર્મ તે ફગાવી મૂકનારાઓના યુગને હજી ઘણાં વર્ષોનાં અંતર હતાં. આખી પૃથ્વીના તો શું પણ તેના એક નાના વિભાગમાં રહેતા માનવીઓને પણું સપર્ક સાધવા માટે જહેમત ઉઠાવવી પડતી હતી. છતાંય સંસ્કૃતિના વિકાસ અટકયો ન હતા. તેવા સમયે અત્યારે જે પ્રદેશને આપણે ગુજરાત એ નામથી ઓળખીએ છીએ તેમાં આવેલા ધંધુકા ગામમાં એક જ્યાતિષરના જન્મ થયા, જેને આજે સાડા આઠસા વરસના લાંબા ગાળા પછી પણ આપણે આપણા ગુજરાતની સાંસ્કારિક એકતાની ન્યાતને અખંડિત રાખનાર એક મહાપુરુષ તરીકે આપણી ભાવભરી માનાંજલિ આપવા એકત્ર થયા છીએ. સ્વત્વના સાચા ભાનથી થતું આપણી પ્રાચીન મહત્તાનું જ્ઞાન એ માજના પ્રસંગનું મંગલ સૂચન છે. હૈ.સા.સ.૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org