________________
શ્રી. હૈમ સારસ્વત સત્ર: નિબંધસંગ્રહ
ત્યાં ચૈત્ય (જિન-મંદિર)માં રહેલી રત્નમયી નિર્મલ અહતિમાઓ નંદીશ્વર (૫) વગેરેની પ્રતિમાઓની કથાને સત્ય માનવા પ્રેરશે, સૂર્ય જેવા દેદીપ્યમાન સોનાના કલશોથી અલંકૃત થયેલાં શિખરવાળાં ચૈત્ય (જિનમંદિર) વડે તે (પાટણ નગર) સુશોભિત થશે.
ત્યાં વસનાર સકલ શ્રમણોપાસક (શ્રાવક) જને પ્રાયે અતિથિઓને સંવિભાગ કરીને (મુનિજનેને દાન આપીને) ભોજન માટે પ્રયત્ન કરશે.
ત્યાં વસનાર લેક પર-સંપત્તિમાં ઈર્ષ્યા ન કરનારા, પિતાની સંપત્તિથી સંતુષ્ટ રહેનારા અને પાત્રોમાં દાનશીલ ( દાન-સ્વભાવ– સદાચારવાળા) થશે.
અલકા (કુબેરની રાજધાની)માં રહેલા યક્ષો જેવા ત્યાંના ધનિકે શ્રદ્ધાળુ આહત (જેને) સાત ક્ષેત્રે(૧ જિનબિંબ, ૨ જિન-ભવન, ૩ જિનાગમ, ૪ સાધુ, ૫ સાધ્વી, ૬ શ્રાવક અને ૭ શ્રાવિકા)માં દ્રવ્ય અત્યત વાવશે.
તે નગરમાં વસનાર સર્વ કેઈ લેક, સુષમાકાલના લેકની જેમ પરધન અને પર-દારા પ્રત્યે પરાભુખ થશે.
કુમારપાલ હે અભય! અમારા નિર્વાણ પછી જ્યારે ૧૬૬૯ વર્ષો જશે, ત્યારે (વિ. સં. ૧૧૯૯માં) તે નગર (પાટણ)માં ચાલુક્ય-કુલમાં ચંદ્ર જે મહાબાહુ (મહાપરાક્રમી), પ્રચંડ અખંડશાસન (આજ્ઞા)વાળો કુમારપાલ ભૂપાલ થશે.
ધર્મવીર, દાનવીર અને યુદ્ધવીર તે મહાત્મા પિતાની પ્રજાને પિતાની જેમ પરિપાલન કરતાં પરમ દ્ધિ પમાડશે (અસ્પૃદય તરફ લઈ જશે).
ઋજી (સરલ) હોવા છતાં પણ અતિચતુર, શાંત હોવા છતાં પણ આજ્ઞાનું પાલન કરાવવામાં ઈદ્ર જેવો, ક્ષમાવાન હોવા છતાં પણ
૧. આ સાત ક્ષેત્રમાં ધન વાવવા સંબંધમાં હેમચંદ્રાચાર્યે પિતાના “ોગશાસ્ત્ર (જૈનધર્મપ્રસારકસમા–ભાવનગરથી પ્રકાશિત)ના ત્રીજા પ્રકાશમાં મહામાવકનું સ્વરૂપ સૂચવતાં ૧૧૯માકના વિવરણમાં વિસ્તારથી પ્રતિપાદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org