SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ તેમ જ સુલભ બન્યાં છે તેમ છતાં; આજના તેમ જ તેમના વંશજોમાં એવો એક પણ વિદ્વાન સાધુ નજરે પડતું નથી કે જેને તેમની બાજુએ બેસાડી શકાય. હેમચંદ્ર માત્ર જૈન ધર્માચાર્ય નહોતા; તે વખતના તેઓ મોટામાં મોટા સાહિત્યાચાર્ય પણ હતા. તેમની સાહિત્ય કૃતિઓ તેમ જ કાવ્ય, છંદ, વ્યાકરણ, ન્યાય આદિ વિષય ઉપરના ગ્રંથ તત્કાલીન સંસ્કૃતિનાં સીમાચિન્ને છે. આજના કેઈ જેન સાધુને જેનેતર દુનિયામાં કોઈ જાણતું પણ નથી. આપણામાં પ્રકૃતિથી જ પાંડિત્ય - વિદ્વત્તા – રસિકતા પ્રત્યે અનાદર કેળવવામાં આવે છે. અને તેથી જેમાં મોટા વ્યાપારીઓ, સટ્ટાખેલાડીઓ, ઉદ્યોગપતિઓ પાકે છે પણ પ્રખર વિદ્વાને કદી પાકતા નથી. આનું પરિણામ એ આવ્યું છે કે પ્રજાના સંસ્કારવિધાનમાં કઈ પણ જેને કદી અગ્રસ્થાને હેતે જ નથી. બીજું, હેમચંદ્રાચાર્યને રાજકારણમાં જે સક્રિય રસ હતું તે પણ આજના જૈન સમાજમાંથી લુપ્ત થઇ છે. તે કાળે માત્ર હેમચંદ્ર જ રાજકારણમાં અગ્રેસર હતા એમ નથી. તે વખતની જેમ સમાજે મુંજાલ, ઉદયન, વસ્તુપાલ, તેજપાલ, વિમલશા વગેરે અનેક સુપ્રસિદ્ધ રાજકારણ પુરુષે ગુજરાતને આપ્યા છે. રાજપૂતાનાના રાજસ્થાનમાં પણ અનેક જૈનેએ પ્રધાનપદ શોભાવ્યાં છે. આજના જૈનને આ રસ પણ રહ્યો નથી અને નવા રાજકારણની ઘટનામાં પણ તે કોઈ ઠેકાણે મેખરે માલુમ પડતું નથી. આજે ચોતરફ ભાગી રહેલું હેમચંદ્રનું સ્મરણ જૈન સમાજની સૂતેલી સાહિત્યશક્તિને જાગ્રત કરે અને વર્તમાન રાજકારણમાં નવીન રસ પ્રેરે તે આવી જયતિઓ આપણે ઊજવીએ તે કાંઈક સાર્થક લેખાય. - આજની યતિ અહીંને જૈન યુવક સંઘ ઊજવે છે. આજના યુવકેને હેમચંદ્રાચાર્યના જીવનને શું સંદેશ છે, એમ જે મને કાઈ પૂછે તે હું એમ જવાબ આપું કે હેમચંદ્ર એટલે અનન્ત યૌવન, અના સર્જન, અનન્ત કાર્યશક્તિ. આપ સર્વ જાણે છે કે હેમચંદ્રાચાર્યે દશ વર્ષની વયે દીક્ષા લીધી હતી; સત્તર વર્ષની વયે તેમને આચાર્યની પદવી આપવામાં આવી હતી. વીસ બાવીસ વર્ષની વયથી તેઓ રાજકારણમાં ગુંથાયા હતા. જીવનની ક્ષણેક્ષણ તેમણે એકસરખી કાર્યપરાયણતામાં વિતાવી છે. તેમની સાહિત્યકૃતિઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy