SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્ય પરિષદ હેમચંદ્રની કૃતિઓનું ગૌરવ ભગવાન હેમચંદ્ર રચેલા છે એટલે ગંભીર અને સર્વાગસંપૂર્ણ ગ્રંથરચના. સિદ્ધહેમ વ્યાકરણ, કયાશ્રય મહાકાવ્ય, અભિધાનશો કે કાવ્યનુશાસન આદિ જેવા પ્રાસાદભૂત મહાગ્રંથ જ નહિ, પણ અન્યાગવ્યવચ્છેદાવિંશિકા જેવા ફક્ત ૩૨ કાવ્યના એક નાના સરખા તુતિગ્રંથને લઈને વિચાર કરવામાં આવે તે પણ આપણે એમ જ કહેવું પડેઆચાર્ય હેમચન્દ્ર આ નાની શી કૃતિમાં સ્યાદ્વાદ, નય, પ્રમાણ અને સપ્તભંગી વિષે તેમ જ સ્વરદર્શનના સિદ્ધાન્ત ઉપર અતિગંભીર અને સૂક્ષ્મ વિચારો રજૂ કરી જગતને પિતાના મહાન વિજ્ઞાનને પરિચય કરાવ્યો છે હેમચંદ્રની કૃતિઓનું સ્થાન આચાર્ય હેમચંદ્રની કૃતિઓને સાહિત્યના સમરાંગણમાં કોઈ પણ સ્થળે પરાભવ કે અનાદર થયો નથી, એટલું જ નહિ કિન્તુ તેમની કૃતિ. એને ભારતવર્ષમાં પ્રાચીન સમર્થ જેનેતર વિદ્વાનોએ સુદ્ધાં માન્ય રાખી છે. છન્દશાસ્ત્રના ટીકાકાર હલાયુધ જેવા વિદ્વાનોએ તે પિતાની કૃતિઓમાં આચાર્ય હેમચંદ્રની કૃતિઓમાંથી ગ્રંથસંદર્ભના સંદર્ભે જ અપનાવી લીધા છે. જૈન સંપ્રદાયમાં હેમચંદ્રનું સ્થાન ભગવાન હેમચંદ્રનું જૈન સંપ્રદાયમાં જે અતિ ઉચ્ચ સ્થાન હતું તેનું વર્ણન કરવું તે એક રીતે વધારે પડતું જ ગણાય. તે છતાં ટૂંકમાં એટલું કહેવું જોઈએ કે તેમના સમયના કેઈ ગચ્છ કે પરંપરા એવાં ન હતાં કે જે એમના ગુણોથી મુગ્ધ ન હોય અને જેણે એમના ગુણોનું વર્ણન ન કર્યું હેય. ટીકાકાર તરીકેનું અજોડ કૌશલ ધરાવનાર સમર્થ આચાર્ય શ્રીમાલયગિરિએ તે આવશ્યકસૂત્રની વૃત્તિમાં તથા વહુ સ્તુતિપુ ગુરવ: એ પ્રમાણે લખી ભગવાન શ્રીહેમચંદ્રકૃત અન્ય ગવ્યવચછેદઢાત્રિશિકામાંના શ્લોકને ઉલ્લેખ કર્યો છે અને એ રીતે ભગવાન હેમચંદ્રને પિતાના ગુરુવસ્થાનમાં માની લીધા છે. કાર્યદક્ષતા ભગવાન શ્રીહેમચંદ્રને તેમના જીવનમાં રાજ્ય અને રાજાના અનુયાયીઓ, મિત્રો અને વિરોધીઓ, જૈન અને જૈનેતર, ધર્મોપદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy