SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ હર ગુજરાતી સાહિત્ય પરિષદ કરે જઈએ; કારણ કે અપભ્રંશ સાહિત્ય મૂળ હિંદુસ્તાનના ઉત્તરદક્ષિણ બે અપરાન્તનું” છે, તથાપિ એના સૌથી વિશેષ ઉત્તરાધિકારીઓ આપણે ગુજરાતીઓ છીએ. આપણું ગુજરાતમાં આવ્યાના ઈતિહાસ ઉપરથી આપણી ભાષાનો ઉદ્દભવ પ્રાચીન આર્યભાષા, પછી સંસ્કૃત, પછી પાલી, પછી શૌરસેની પ્રાકૃત, પછી સૌરસેની અપભ્રંશ અને તે ઉપરાંત ગુર્જરેની મૂળ ભાષા દસ્તાની યા પૈશાચીઃ આટલાં તમાંથી થયેલું મનાય છે. હવે આ સઘળાં તને પૃથફ કરી આપણી ભાષાના પ્રત્યેક શબ્દની ઉત્પત્તિ આપણું કેષમાં આપણે બતાવવી જોઈએ. રાજકારણમાં પડયા નથી પંડિત શિવદત્ત શર્મા કહે છે કે, “વળી કુમારપાલના ઈતિહાસમાં એમનું (હેમચન્દ્રસૂરિનું) સ્થાન ચન્દ્રગુપ્ત મૌર્યના રાજ્યમાં ચાણક્યના જેવું જ રહ્યું” એ વાત યથાર્થ લાગતી નથી. તેમના સંબંધી પ્રબંધ તેમ જ ગ્રંથમાંથી જે કંઈ મળી આવે છે તે સર્વમાંથી એવું કંઈ પણ ઉપલબ્ધ થતું નથી કે તેમણે રાજકીય ક્ષેત્રમાં સક્રિય ભાગ લીધે હોય એમ જણાય; સિવાય કે કુમારપાલે પિતાના ઉત્તરાધિકારી તરીકે કોણ યોગ્ય થઈ પડશે એ જાતની એક પૂજ્ય પુરુષ અને પિતાના ગુરુપદે નિયુક્ત કરેલ આ આચાર્યની સલાહ લીધી હતી અને તે તેમણે આપી હતી. ( આ સલાહ બહાર પડવાથી જે કે જૈનસંપ્રદાયને તથા મંદિરને અજયપાળના હાથે ખૂબ શોસવું પડયું, તે છતાં તે માત્ર સૂચનરૂપે હતી, ખટપટરૂપે નહિ.) તેમણે સામાજિક અને સાહિત્યવિષયક પ્રવૃતિમાં અને જૈન ધર્મની ઉન્નતિમાં જ પિતાના જીવનને સવિશેષ ભાગ, ગુરુની આજ્ઞાથી જ, પાટણમાં જ-ગુજરાતમાં વિતાવ્યો હતો. દારૂબંધી, પ્રાણીક્તલનિષેધ, જુગારનિષેધ, મૃત મનુષ્યોનું દ્રવ્ય રાજ્ય ન લેવું વગેરે અનેક સકલ સમાજને ઉપયોગી કાર્યો રાજ્યમાં પિતાના પ્રભાવથી કરાવ્યાં હતાં. એની અસર ચાલી આવી છે અને હજી સુધી તેનાં ચિહને ગુજરાતમાં વિદ્યમાન છે. જેના ધર્મની ઉન્નતિમાં મંદિરનું નિર્માપન, દાનશાળાઓની સ્થાપના, દેવદ્રવ્યને ધર્માદા દ્રવ્યનું વ્યવસ્થાપન વગેરે કાર્યો રાજ્યની સહાયતાથી કરાવ્યાં હતાં. તેમની શક્તિ એટલી બધી હતી કે, તે ધર્મને એક અલગ પિતાના નામને પંથ સ્થાપી શકત; પણ તેમ કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005027
Book TitleHaim Saraswat Satra
Original Sutra AuthorN/A
AuthorBharatiya Vidya Bhavan Mumbai
PublisherBharatiya Vidya Bhavan
Publication Year2004
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy