SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ૪૩ પ્રસિદ્ધ અનુયોગધર આર્ય સ્કંદિલના શિષ્ય હોવાનું પ્રબંધકારે લખ્યું છે, અને તે સ્કેન્દિલાચાર્યનો યુગપ્રધાનત્વ-સમય અમારી ગણના પ્રમાણે વીર સંવત્ ૮૨૭ થી ૮૪૦ (વિ.સં. ૩૫૭ થી ૩૭૦) સુધીમાં આવે છે. તે દરમ્યાન વૃદ્ધવાદીની દીક્ષા થઈ માનીએ તો તેમના શિષ્ય સિદ્ધસેનનો સમય વિ. ચોથા સૈકાના અંતિમ ચરણ અને પાંચમાના પૂર્વાર્ધમાં આવે; વળી સિદ્ધસેન ચોથી પાંચમીસદી પછીના તો ન જ હોઈ શકે કારણ કે તેમના “યુગપદુપયોગદ્વય વાદનું જૈન આગમોની પ્રાચીન ચૂર્ણિઓમાં નિરાકરણ છે, અને વિક્રમની સાતમી સદીના ટીકા ગ્રંથ નિશીથ ચૂર્ણિમાં એમનો સિદ્ધસણ ખમાસમણસિદ્ધસેણાયરિય” એ નામથી આઠ દશ સ્થળે ઉલ્લેખો છે કે જે ઉલ્લેખો પરથી સ્પષ્ટ જણાય છે કે એમણે નિશીથસૂત્ર પર ભાષ્ય અથવા તે જાતના ગાથાબદ્ધ વિવરણ ગ્રંથની રચના કરી હતી, અને નિશીથ ચૂર્ણિમાં આ. સિદ્ધસેને યોનિપ્રાભૃતના પ્રયોગથી ઘોડા બનાવ્યાનો પણ ઉલ્લેખ છે. આથી સિદ્ધસેન દિવાકરનો સત્તાસમય ચોથા અને પાંચમાં સૈકામાં મૂકવાનું યુક્તિયુક્ત છે. આવી પરિસ્થિતિમાં તેમને પ્રસિદ્ધ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યના નહિ પણ ગુસવંશી રાજા દ્વિતીય ચંદ્રગુપ્તના સહવાસી માની લઈએ તો હરકત જેવું નથી, કેમકે આ રાજા પણ ઘણો પ્રસિદ્ધ અને વિક્રમાદિત્ય'-આવી ઉપાધિ ધારણ કરનારો હતો. વિશેષમાં મુનિશ્રી જણાવે છે કે નિશીથ ચૂર્ણિના ઉલ્લેખો પ્રમાણે આ. સિદ્ધસેને જૈન આગમો ઉપર પણ ટીકા ભાષ્ય વગેરે લખ્યાં હશે, પણ આજે તે ક્યાંઈ પણ અસ્તિત્વ ધરાવતાં નથી. (પ્ર.ચ. પ્રસ્તાવના). ૧૦૭. આ પ્રકરણ મુખ્યત્વે શ્રી જિનવિજયજીનો હિંદી લેખ “સિદ્ધસેન ઔર સામન્તભદ્ર' પરથી તેને સા. સંશોધક ખંડ ૧ અંક ૧). લીધેલ છે. વજસ્વામી ૧૭૩. વજસ્વામીનો જન્મ માલવ દેશમાં વૈશ્યકુલમાં જૈન કુટુંબમાં થયો હતો. પૂર્વ જન્મના જ્ઞાનથી વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેમણે ત્રણ વર્ષની વયમાં દીક્ષા આપી, સાધ્વીઓના ઉપાશ્રયમાં જ રાખ્યા હતા ને આઠ વર્ષના થતાં સાધુઓએ પોતાના સમૂહમાં લીધા ને તેમની સાથે વિચરવા લાગ્યા એટલે ગૃહસ્થાવસ્થામાં ૮ વર્ષ તેમના ગણેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy