SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ૩૫. આ. જંબૂ - જે આર્ય ધર્મસૂરિના બીજા પટ્ટધર છે. ૩૬. આર્ય નંદી – કાશ્યપગોત્રવાળા, તેઓ શાંત અને સરળ હતા, શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્રના ધારક હતા. ૩૭. દેશીગણી ક્ષમાશ્રમણ – તેઓ માઢરગોત્રના હતા, શુદ્ધ સમ્યક્ત્વ અને સ્થિર ચારિત્રવાળા હતા. સ્થવિરાવલી ૩૮. આ. સ્થિરગુપ્ત ક્ષમાશ્રમણ તેઓ વચ્છસગોત્રના હતા. ધીર, બુદ્ધિમાન, મજબૂત મનવાળા, આગમના જાણકાર અને અનુયોગના ધારક હતા. ૩૯. આર્ય સ્થવિર કુમાર ધર્મ ગણિ – તેઓ વચ્છસગોત્રના હતા. તપસ્વી ગુણવાન અને ગુણપરખ હતા. ૪૦. આ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ તેઓ કાશ્યપગોત્રના શ્રત્રિય હતા, સરળતા વગેરે ગુણોના ધારક હતા, જિનવાણીના સાંગોપાંગ જ્ઞાતા હતા અને વાચકવંશના સમર્થ છેલ્લા વાચનાચાર્ય પણ હતા. (જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ : ૧ માંથી) - એમણે આ. લોહત્યસૂરિ પાસે જઈ દીક્ષા લીધી. દેવર્ધિમુનિએ ગુરુ પાસેનું જ્ઞાન મેળવી ગણિપદ પ્રાપ્ત કર્યું અને ઉપકેશગચ્છીય આ. દેવગુપ્ત પાસેથી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણી ક્ષમાશ્રમણ પદ મેળવ્યું. Jain Education International તેમણે શત્રુંજય ઉપર કપર્દી યક્ષની આરાધના કરી હતી, તે પ્રત્યક્ષ થયો અને ત્યાર પછી ગોમુખયક્ષ તથા ચક્રેશ્વરી પણ હાજર થયાં. આચાર્યશ્રી તેમની પાસેથી આગમવાચના માટે વચન લઈ વલભીપુર પધાર્યા. તેમણે ત્યાં ચતુર્વિધ સંઘની આજ્ઞા લઈ વીર સં. ૯૮૦માં મોટું મુનિસમ્મેલન મેળવ્યું અને પાંચમી આગમવાચના કરી, ૮૪ આગમો તથા અનેક ગ્રંથોને પુસ્તકારૂઢ કર્યા. તેમણે ‘નંદીસૂત્ર’ બનાવ્યું, જેમાં પોતાની વાચકપરંપરા આપી છે અને કલ્પસૂત્રની સ્થવિરાવલીની પાછળ પોતાની ગુરુપરંપરા જોડી દીધી છે. તેઓ વીર સં. ૧૦૦૦માં શત્રુંજયતીર્થ ઉપર અનશન કરી સ્વર્ગે ગયા અને પછી તરતમાં જ આ. સત્યમિત્ર પણ સ્વર્ગે પધાર્યા. હવે ત્રીજા કોઈની પાસે પૂર્વનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy