SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સ્થવિરાવલી કાલિકાચાર્યની પરંપરામાંથી પંડિલ્લગચ્છ નીકળ્યો છે. વીર સંવંત ૪૧૪ લગભગ. ઈતિહાસ કહે છે કે, પંડિલ્લગચ્છ આ. ભાવદેવસૂરિ પછી ભાવડારગચ્છ અને ભાવડગચ્છ એવા નામથી પ્રસિદ્ધ થયો છે. પંજાબના જૈનો પણ આ ભાવડારગચ્છના શ્રાવકો છે જે આજે પણ ભાવડા તરીકે પ્રસિદ્ધ છે.* * આ. કાલકસૂરિ પંજાબમાં ચોમાસું કરી ઈરાન તરફ પધાર્યા હતા ત્યારે પંજાબના જૈનો કાલકાચાર્યના ઉપાસક બન્યા હતા. તેથી જ તેઓ ભાવડારગચ્છના શ્રાવકો છે. પંજાબમાં જૈન ધર્મનાં ઘણા શુભ કાર્યો થયાં છે. જેમ કે રાજા બાહુબલીએ ભગવાન ઋષભદેવનું ધ્યાનચક્ર સ્થાપ્યું. ભગવાન પાર્શ્વનાથને ઉપસર્ગ થયો, જ્યાં અહિછત્રાનગર વસ્યું. ભગવાન મહાવીરસ્વામીએ વીતભયનગર (મોહન જો ડેરો)ના રાજા ઉદાયીને દીક્ષા આપી. સમ્રાટ સંપ્રતિએ પોતાના પિતા કુણાલ માટે જિનાલય બંધાવ્યું જે આજે “કુણાલતૂપ' તરીકે પ્રસિદ્ધ છે. શુંગરાજ પુષ્યમિત્ર આવ્યો ત્યારે સાકલ આદિમાં જિનાલયો અને મુનિઓ હતા. બીજા કાલકાચાર્યજીએ ઈરાન જવા પહેલાં આ પ્રદેશમાં વિહાર કર્યો. આ. શાંતિશ્રેણિકના શિષ્યો ઉચ્ચાનગરની આસપાસ વિહાર કરતા હતા તે ઉચ્ચાનાગર શાખાના કહેવાયા. જાવડશાહે તક્ષશિલાથી ભ. ઋષભદેવની મૂર્તિ મેળવી શત્રુંજયતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ. સમિતસૂરિએ આભીર દેશમાં (મેરઠ જિલ્લામાં) બ્રહ્મદ્વિીપ (બરનાવા)ના પ0 તપસ્વીઓને જૈન દીક્ષા આપી. આ. માનદેવસૂરિએ ‘લઘુશાંતિસ્તવ' પાઠ મોકલી તક્ષશિલામાં મહામારી શાંત કરાવી. જોન માર્શલ કહે છે કે, તે અરસાના જિનમંદિરના ભગ્નાવશેષો તક્ષશિલાના ટીલામાં સિરકાપનાર અને 8 બ્લોકમાં છે. હ્યુ-એન-સ્વાંગના ઉલ્લેખ પ્રમાણે વિક્રમની સાતમી સદીમાં ‘કટાક્ષ તીર્થ પાસેનું સિંહપુરી તે જૈન વિહારો અને શ્વેતાંબર શ્રમણોનું કેન્દ્ર સ્થાન હતું. આ. હરિગુસૂરિએ પબઈયા (હરપ્પા) નગરીમાં હૂણપતિ તોરમાણને ઉપદેશ આપી જૈન ધર્મપ્રેમી બનાવ્યો હતો. આ. અભયચંદ્રસૂરિ, આ. અમલચંદ્રસૂરિના હાથે શ્રાવક સિદ્ધરાજે ભ. આદિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. આ. પાદલિપ્તસૂરિજી : પાદલિપ્તસૂરિનો એક ગૃહસ્થ શિષ્ય નાગાર્જુન છે, જે મહાન રસસિદ્ધ અને મંત્ર-સાધક હતો. તેણે સૂરિજીના નામસ્મરણ માટે સિદ્ધગિરિની તળેટીમાં પાદલિપ્તપુર વસાવ્યું છે, જે આજે પાલીતાણાના નામથી ઓળખાય છે. નાગાર્જુને એ ગિરિરાજ ઉપર શ્રીવીરપ્રભુનું મંદિર બનાવી તેમાં સૂરિજીના હાથે શ્રીવીરપ્રભુ વગેરેનાં અનેક જિનબિંબો સ્થાપ્યાં અને આચાર્યવર્યની મૂર્તિ પણ સ્થાપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy