SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી જૈન ગુફા છે, જેને લોકો ‘ભીમ બજાર’ તરીકે ઓળખાવે છે. આ ગુફામાં શસ્ત્રભંડાર અને રાજલોક નામના બે ઓરડાઓ છે. રાજલોકમાં ભગવાન આદિનાથની બે પ્રતિમાઓ બિરાજમાન છે. ધુમનારની ગુફાઓ દર્શનીય છે; એ સૌથી વધુ પ્રાચીન છે. આ ગુફામાં અનેક અદ્ભુત પદાર્થો ભરેલા છે. ચંદ્રાવતી ધુમનારની પહાડીથી આગળ ઝાલરાપટ્ટન છે, જેનું પ્રાચીન નામ ચંદ્રાવતી છે. ચંદ્રાવતીમા પ્રાચીન કાળમાં ૧૦૮ જૈન દેરાસર હતાં, જેમાં એકી સાથે ઘંટનાદ થતો હતો. એ જ કારણે આ શહેરના ઝાલરાપટ્ટન અને ઘંટનું શહેર એવાં બીજાં નામો પડેલાં છે. આજે મંદિરો વિદ્યમાન નથી, પણ તેનાં ખંડેરો નજરે પડે છે. માત્ર બે-ત્રણ મંદિરો સારી સ્થિતિમાં વિદ્યમાન છે, તે પ્રાચીન કાલના સૌંદર્યની પરાકાષ્ટા બતાવી રહ્યાં છે કેમકે આ મંદિરોનું શિલ્પકામ અત્યંત સુંદર છે. ઉત્તર ભાગમાં ભગવાન શાંતિનાથનું મંદિર છે, જે તેમાનું એક છે. તળાવના બંધ પાસે જૈનોના નસિયાજી છે, જેમાં પુષ્કળ સમાધિમંદિરો છે. કોટાના મુખ્ય મંત્રી જાલમસિંહે ધનવાનોને વસાવી રક્ષા કરવા માટે ચંદ્રાવતીના સ્થાને આ નવું ઝાલરાપટ્ટન વસાવ્યું છે, અહીં જૈન ઓસવાલો અને વૈષ્ણવોની મોટી વસતી છે. જૈન મંદિરમાં સં. ૧૧૦૩નો શિલાલેખ છે. અહીંથી એક સં. ૭૪૮નો શિલાલેખ મળ્યો છે, તે પરથી સમજાય છે કે તે સમયે અહીં દુર્ગાચલ નામનો પરાક્રમી જૈન રાજા થયો હતો. (‘ટોડ રાજસ્થાન' ભા. ર, અ. ૧૨-૧૩) ૯૫ . ઘાસોઈ – માળવામાં બી.બી.એન્ડ સી.આઈ. રેલ્વેના રતલામ, નાગદા - Jain Education International અને કોટાની વચ્ચે અક્ષાંશ ૨૪-૧૫, રેખાંશ ૭૫।ા પર સુવાસરા Suvasra છે, ત્યાંથી સાતેક માઈલ દૂર ઘાસોઈ Ghasoi ગામ છે. તેની પાસે એક ચાર માઇલના ઘેરાવાવાળું સૂકું તળાવ છે. તેના કિનારે કેટલાંયે દટાયેલ જૈન દેરાસર અને સમાધિસ્થાનમાં અવષેશો ઊભાં છે. તે તળાવમાં તથા તેના કિનારે બે હજાર વર્ષ પહેલાનાં હજારો પ્રાચીન અવશેષો પથરાયેલાં છે, જેમાં કલાપૂર્ણ પ્રતિમાઓ, વિવિધ કોરણીવાળા થાંભલા, પથ્થરના ટુકડા, સોનાના ગધૈયા–સિક્કા વગેરે અનેક વસ્તુઓ છે. આ સંશોધનથી મધ્ય ભારતમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy