SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ સ્થવિરાવલી -સંપૂર્ણ શ્રુતના છેલ્લા જાણકાર, દશાશ્રુતકલ્પ, કલ્પકૃત અને વ્યવહારશ્રુતના બનાવનાર એવા પ્રાચીન ગોત્રવાળા મહર્ષિ ભદ્રબાહુ-સ્વામીને હું વંદું છું. (દશાશ્રુતસ્કંધ-ચૂર્ણિ') श्रीभद्रबाहुर्वः प्रीत्यै, सूरिः शौरिरिवास्तु सः । यस्माद् दशानां जन्मासीत्, निर्युक्तीनामृचामिव ॥ -જેમ શૌરિએ દશાહને જન્મ આપ્યો છે તેમ જેમણે ચાઓ સમી દશ નિયુક્તિઓને જન્મ આપ્યો છે તે આ. ભદ્રબાહુસૂરિ તમારી પ્રીતિ માટે થાઓ. (આ. મુનિરત્નસૂરિકૃત ‘અમચરિત્ર') આ. ભદ્રબાહુસ્વામીની ૪૫મા વર્ષે દીક્ષા, ૬૨માં વર્ષે યુગપ્રધાનપદ અને ૭૬માં વર્ષે વીર સંવત ૧૭૦માં તેમનું સ્વર્ગગમન થયું છે. આચાર્યશ્રીન વિહારપ્રદેશ : આધુનિક દિગંબર વિદ્વાનો માને છે કે, આ શ્રુતકેવલી આ. ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા હતા. ત્યાં જ અનશનપૂર્વક સ્વર્ગે ગયા છે અને ત્યાર પછી શ્વેતાંબર-દિગંબરોના ભેદો પડ્યા છે. પરંતુ દિગંબરોની આ માન્યતા ભૂલભરેલી છે, કેમ કે દિગંબર ગ્રંથોના આધારે જ એ હકીકત પુરવાર થતી નથી. આપણે તે તપાસી લઈએ. (૧) દિ. આ. હરિષેણસૂરિજી જણાવે છે કે, આ. ભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા નથી; અને ત્યાં સ્વર્ગવાસ પામ્યા નથી, કિન્તુ ઉર્જન પાસેના પ્રદેશમાં અનશન લઈ સ્વર્ગગામી બન્યા છે. अहमत्रैव तिष्ठामि, क्षीणमायुर्ममाऽधुना ॥३७॥ प्राप्य भाद्रपदं देशं, श्रीमदुजिनीसम्भवम् ॥४३॥ समाधिमरणं प्राप्य, भद्रबाहुः दिवं ययौ ॥४४॥ (વિ. સં. ૯૮૯ના બૃહકથાકોષ’માં કથા ૧૩૧)અર્થાત્ - ચૌદ પૂર્વધારી શ્રીભદ્રબાહુસ્વામી દક્ષિણમાં ગયા જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy