SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થવિરાવલી ધર્યું હતું અને જ્યાં ભગવાનનાં ચરણોની આકૃતિ પડી હતી ત્યાં ધર્મચક્રની સ્થાપના કરી. આ રીતે ત્યાં ધર્મચક્ર તીર્થની સ્થાપના થઈ હતી. સમ્રાટ સંપ્રતિએ અહીં પોતાના પિતાને ધર્મારાધના કરવા માટે જિનવિહાર બનાવ્યો, જે સ્થાન આજે તક્ષશિલાના ખંડેરોમાં કુણાલ સૂપ તરીકે વિધમાન છે. આજે પાકિસ્તાનમાં રાવલપીંડીની ઉત્તરે લગભગ ૨૨ માઈલ પર તક્ષશિલાના ધ્વસાવશેષો એ વિશાળ ભૂમિમાં પથરાયેલા વિદ્યમાન છે. રથાવર્તગિરિ - આ સ્થાન દક્ષિણમાં હતું, જેની નોંધ ‘આચારાંગ નિર્યુક્તિ' માં મળે છે. આર્ય વજસ્વામીએ ત્યાં જઈ અનશન કર્યું હતું. (આચારાંગ નિયુક્તિ, ગાથા ૩૩૨, ઓઘ-નિ. ગા. ૧૧૯.) શત્રુંજય તીર્થ - ભગવાન શ્રીઋષભદેવજી નવ્વાણું પૂર્વ વાર અહીં પધાર્યા. ગણધર પુંડરીકસ્વામી, દ્રાવિડ, વારિખિલ્લજી વગેરે કરોડો મુનિઓ અહીંથી મુક્તિ પામ્યા. શ્રીરામચંદ્રજી, પાંડવો અને શૈલકુમાર વગેરેએ પણ અહીં તપ કરી મોક્ષ મેળવ્યો. ભગવાન શ્રી અજિતનાથ તથા ભગવાન શ્રીશાન્તિનાથ અહીં ચોમાસુ રહ્યા અને બીજા પણ અનેક જીવોએ અહીં પોતાનું આત્મકલ્યાણ કર્યું. આ રીતે આ શત્રુંજયગિરિ પ્રાચીન કાળથી (પ્રાયઃ શાશ્વતી) મહાન તીર્થભૂમિ રહી છે. ગિરનારતીર્થ, તાલધ્વજગિરિ, શિહોર પાસેની મરુદેવા ટૂંક, ગિરનાર પાસેની ચંદ્રગિરિ ગુફા વગેરે પણ શત્રુંજયની ટૂંકો ગણાય છે. ગિરનાર-ભગવાન શ્રી નેમિનાથની કેવલજ્ઞાનભૂમિ અને નિર્વાણભૂમિ, જે શત્રુંજયની ટૂંક તરીકે પણ પ્રાચીન તીર્થ છે. ગિરનાર (જૂનાગઢ) પાસેનું કોડીનાર પણ અંબિકાદેવીની ભૂમી હોઈને તીર્થરૂપ છે. પ્રભાસપાટણ તીર્થ - ભગવાન નેમિનાથજી મોક્ષે ગયા તે સાંભળીને પાંચ પાંડવોએ પણ શત્રુંજયગિરિ ઉપર અનશન સ્વીકાર્યું અને કેવળી થઈ મોક્ષ પ્રાપ્ત કર્યું. તે પાંડવોના વંશમાં પાંડુષેણ રાજા થયો. તેને મતિ અને સુમતિ નામના બે પુત્રો હતા. તેઓ વહાણમાં બેસી જળમાર્ગે સૌરાષ્ટ્રમાં ગિરનાર તીર્થની યાત્રા માટે આવતા હતા, ત્યારે અકસ્માત સમુદ્રમાં તોફાન ઊઠ્યું. બીજાઓ તો સ્કંદ, દ્ર વગેરેને વિનવવા લાગ્યા; પરંતુ આ બંને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005025
Book TitleSthaviravali ane Teni Aaspas
Original Sutra AuthorN/A
AuthorGunsundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy