________________
સંતની અમૃતવાણી : ૧૩૭
સવ જીવ–પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે.
આત્મા શુદ્ધ ચેતન્ય જન્મ–જરા-મરણ રહિત અસંગસ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વ દર્શન સમાય છે, આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્ ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે, જેનાં સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખને ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે.
–આંક, ૭૮૧
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org