________________
૧૩૬ : સંતની અમૃતવાણી
ts -
આત્મા સચ્ચિદાનંદ જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એ હું આત્મા છું, એમ વિચારવું, ધ્યાવવું નિર્મળ, અત્યંત નિર્મળ પરમ શુદ્ધ ચૈતન્યઘન પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે, તે આત્મા છે. જે સર્વને જાણે છે, તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે.
–આંક, 9૧૦
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org