________________
૪૦ : શ્રીમદ્દ અને ગાંધીજી
(3) અજ્ઞાનભાવથી કરેલાં કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોઈ, વખતને વેગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે પરિણમે છે; અર્થાત્ તે કર્મો આત્માને ભેગવવાં પડે છે જેમ અગ્નિનાં સ્પશે ઉષ્ણપણને સંબંધ થાય છે, અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે, તેમ આત્માને ક્રોધાદિ ભાવના કર્તાપણુએ જમ–જરામરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે, આ વિચારમાં તમે વિશેષપણે વિચારશે, અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશે; કેમકે જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય કર્યું જીવને મેક્ષદશા પ્રાપ્ત થાય છે.
૨. પ્રો–ઈશ્વર શું છે? તે જગત્કર્તા છે એ ખરૂં છે? - ઉ–(૧) અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજસ્વરૂપ એટલે કમરહિતપણે માત્ર એક આત્મતપણે–જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિષે છે, તે ઈશ્વર કહેવા
ગ્ય છે અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે,
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org